ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મમતા બેનરજીએ ખડગેને વિપક્ષના પીએમ પદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો

  • I.N.D.I. ગઠબંધનની ચોથી બેઠક પૂર્ણ, અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી.

દિલ્હી, 19 ડિસેમ્બર: આજે દિલ્હીની અશોત હોટસમાં I.N.D.I. ગઠબંધનની ચોથી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 28 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવ, જેડીયુ નેતા નીતીશ કુમાર, ટીએમસી ચીફ મમતા બેનર્જી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આ બેઠકમાં સામેલ થયા હતા. આ ઉપરાંત આ બેઠક માટે ઝારખંડના સીએમ હેમંત સોરેન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. બેઠકમાં લોકસભાની ચૂંટણીનેલક્ષી અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પીએમ પદના ઉમેદવારના નામ પર ચર્ચા કરી. આ દરમિયાન મમતા બેનર્જીએ મલ્લિકાર્જુન ખડગેને પીએમ પદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સાથે જ કેજરીવાલે પણ આ પ્રસ્તાવનું સમર્થન આપ્યું હતું.

સીટ વહેંચણી 31મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ શકે છે: TMC

ગઠબંધનની મીટિંગમાં, TMC અને I.N.D.I. ગઠબંધનના ઘણા પક્ષો સાથે તમામ બેઠકોની વહેંચણી પર વાટાઘાટો પૂર્ણ કરવા માટે 31 ડિસેમ્બર, 2023 ની સમયમર્યાદા નક્કી કરવામાં આવ્યો છે.

બેઠક સારી રહી, હવે પ્રચાર પણ શરૂ થશે અને બેઠકોની વહેંચણી પણ થશે: અરવિંદ કેજરીવાલ

 

ખડગેએ પ્રસ્તાવ પર શું કહ્યું?

I.N.D.I. ગઠબંધનની બેઠક પૂર્ણ થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મમતા બેનર્જીએ પીએમ માટે મલ્લિકાર્જુન ખડગેના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. કેટલાક અન્ય નેતાઓએ પણ મમતાને સમર્થન આપ્યું હતું પરંતુ ખડગેએ કહ્યું હતું કે અત્યારે ચૂંટણીઓ સામે છે અને તે જીતવા માટે આપણે કામ કરવું પડશે, પીએમ ઉમેદવાર પછી જોઈ લેશું. ખડગેએ કહ્યું કે પહેલા અમે સંખ્યા વધારીશું, પછી નક્કી કરીશું કે પીએમ કોણ હશે.

 

સાંસદોને સસ્પેન્ડ કર્યાનો વિરોધ કરીશું: મલ્લિકાર્જુન ખડગે

મલ્લિકાર્જુન ખડગેએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે વિપક્ષી ગઠબંધનની બેઠકમાં લોકસભા અને રાજ્યસભામાંથી સાંસદોને સસ્પેન્ડ કરવાના નિર્ણયનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. બધાએ કહ્યું કે આ લોકશાહી નથી. ગૃહમાં કોઈ ખોટો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હતો જેના પર આ કાર્યવાહી કરવામાં આવી છે. અમે પહેલાથી જ કહી રહ્યા છીએ કે પીએમ અને ગૃહમંત્રીએ ગૃહમાં જે બન્યું તેના પર નિવેદન આપવું જોઈએ. તેમણે કહ્યું કે ગૃહ ચાલી રહ્યું છે અને પીએમ ક્યારેક અમદાવાદ જાય છે તો ક્યારેક તેમના સંસદીય ક્ષેત્રમાં. દેશમાં આ પહેલા ક્યારેય એક સાથે આટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. અમે તેના માટે લડીશું. તેમણે કહ્યું કે 22 ડિસેમ્બરે બધા મળીને તેનો વિરોધ કરશે.

આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર થશે કે નહીં? રાઘવ ચઢ્ઢાએ આપ્યો જવાબ

Back to top button