રામ મંદિરને લઈને મમતા બેનર્જીએ જારી કર્યો આદેશ, TMC નેતાએ ખુલાસો કર્યો
- 22 જાન્યુઆરીએ દેશભરમાંથી અનેક મહાનુભાવોને અયોધ્યા આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે
કોલકાતા, 04 જાન્યુઆરી: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થવાનું છે. તે જ દિવસે મંદિરમાં ભગવાન રામની મૂર્તિનો પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપશે કે કેમ તે હજી પણ નક્કી નથી થયું. ત્યારે તેઓ અયોધ્યા જશે કે નહીં તે અંગે ઘણા નેતાઓ દ્વારા વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. હવે ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ પોતે આ અંગે આદેશ જારી કર્યો છે. મમતા બેનરજીએ તેમના પક્ષ TMCના નેતાઓને કહ્યું છે કે, “કોઈ પણ નેતાએ રામ મંદિર પર કોઈ નિવેદન ન આપવું, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું પોતે રામ મંદિર પર પાર્ટીનું સ્ટેન્ડ રજૂ કરીશ.”
- મમતા બેનર્જી પાર્ટીના તમામ નેતાઓને રામ મંદિર પર મૌન રહેવા કહ્યું છે. TMC નેતા માજિદ મેમને આ વાતનો ખુલાસો કર્યો છે.
સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ મોકલ્યું
હવે તમામની નજર 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર ભવ્ય કાર્યક્રમ પર ટકેલી છે. 22 જાન્યુઆરીએ દેશભરમાંથી અનેક મહાનુભાવોને અયોધ્યા આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વતી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને એચડી દેવગૌડાને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
- જો કે, તે સમારોહમાં હાજરી આપશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. આ કાર્યક્રમમાં ન આવવા બદલ વિપક્ષી નેતાઓને સવાલ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: રામ મંદિરમાં એન્ટ્રીના આ નિયમો જાણોઃ અંદર શું નહીં લઈ જવાય?