ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ વખતે મમતા બેનર્જી થયા ઇજાગ્રસ્ત; સારવાર હેઠળ

Text To Speech

કોલકાતા: મંગળવારે બપોરે ઉત્તર બંગાળમાં હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીને પગ અને પીઠમાં ઈજા થઈ હતી. કોલકાતા પરત ફરતાની સાથે જ તેમને એરપોર્ટથી સીધા સરકારી એસએસકેએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમની તબિયતની તપાસ કરવામાં આવી રહી છે.

સરકારી સૂત્રોએ જણાવ્યું કે આરોગ્ય સચિવ નારાયણ સ્વરૂપ નિગમ અને વિધાનસભા અધ્યક્ષ બિમન બોઝ સહિત તૃણમૂલ કોંગ્રેસના અનેક મંત્રીઓ અને નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા છે.

હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગની માહિતી મળ્યા બાદ રાજ્યપાલ સીવી આનંદ બોઝે પણ મમતાને ફોન કરીને તેમની ખબર પૂછી હતી. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે એરપોર્ટ પર જ મુખ્યમંત્રી માટે એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી હતી. પરંતુ તે કારમાં જ હોસ્પિટલ જવા રવાના થયા હતા.

આ પણ વાંચો- PM મોદી વંદે ભારતમાં વિદ્યાર્થીઓને મળ્યા, પેઈન્ટિંગ જોઈને પૂછ્યો આ સવાલ

હોસ્પિટલ પહોંચ્યા પછી તેના માટે વ્હીલચેર લાવવામાં આવી પરંતુ તેના પર બેસવાને બદલે મમતા થોડા લંગડાતા જ હોસ્પિટલની અંદર ગયા હતા. એએનઆઈના વીડિયોમાં એવું દેખાઇ રહ્યું છે કે તેમને ચાલવામાં તકલીફ પડી રહી છે. હોસ્પિટલમાં મુખ્યમંત્રી માટે ખાસ વોર્ડ પહેલેથી જ તૈયાર રાખવામાં આવ્યો હતો.

હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે મમતા બેનર્જીના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી છે. નિષ્ણાત ચિકિત્સકોની એક ટીમ તેમની તપાસ કરી રહી છે. આજે બપોરે જલપાઇગુડી જિલ્લાના માલબાજારમાં એક ચૂંટણી સભા પછી હેલિકોપ્ટરથી પરત ફરતી વખતે મમતા બેનર્જીને બાગડોગરા એરપોર્ટ લઈ જઇ રહેલું હેલિકોપ્ટર અચાનક ખરાબ વાતાવરણમાં ફસાઇ ગયો હતો.

પાયલટે સાવચેતી દર્શાવતા થોડી જ વારમાં સિલીગુડી પાસે આવેલા વાયુસેનાના સેવક એરબસ પર હેલિકોપ્ટરની ઇમરજન્સી લેન્ડિંગ કરાવી દીધી હતી. અધિકારીઓનું કહેવું છે કે, લેન્ડિંગના સમયે જ તેમના પગ અને કમરમાં ઈજા થઈ છે. ત્યાંથી મમતા રોડ માર્ગે એરપોર્ટ પહોંચ્યા અને ત્યાંથી સાંજે ચાર વાગે કોલકતા પહોંચીને હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા.

આ પણ વાંચો- ભારતનું રોડ નેટવર્ક 59 ટકા વધીને વિશ્વમાં બીજા નંબરે પહોંચ્યું; જાણો 9 વર્ષમાં કેટલું કામ થયું?

Back to top button