મમતા દીદીના મોદી સરકાર પર પ્રહાર, ‘ધ કેરળ સ્ટોરી’ સહિત આ મુદ્દે આપ્યું નિવેદન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. કર્ણાટકના લોકોને ભાજપને વોટ ન આપવાની અપીલ કરી છે. મમતા દીદીએ કહ્યું કે કર્ણાટકના ભાઈઓ અને બહેનોને મારી એક જ અપીલ છે કે કૃપા કરીને સ્થિરતા અને વિકાસ માટે મત આપો. ભાજપને મત ન આપો, તેઓ ખતરનાક છે. કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે.
My only appeal to brothers and sisters in Karnataka is that please vote for stability & development. I appeal that please don’t vote for BJP. They are dangerous: West Bengal CM Mamata Banerjee pic.twitter.com/5gshqeJPkF
— ANI (@ANI) May 8, 2023
ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ વિશે શું કહ્યું ?
આ સાથે મમતા બેનર્જીએ પણ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ શું છે? આ એક વર્ગનું અપમાન છે. શું છે ‘ધ કેરળ સ્ટોરી’? આ એક ટ્વિસ્ટેડ સ્ટોરી છે.
What is "The Kashmir Files"? it is to humiliate one section. What is "The Kerala Story"?… It is a distorted story: West Bengal CM Mamata Banerjee pic.twitter.com/yRFwhlumum
— ANI (@ANI) May 8, 2023
“મણિપુરમાં કેન્દ્રમાંથી કોઈ ગયું નથી”
મણિપુરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા મમતા બેનર્જીએ કેન્દ્રને ટોણો માર્યો છે. તેણે કહ્યું કે મણિપુરના લોકો માટે મારું દિલ દુખી રહ્યું છે. હું ખૂબ જ ચિંતિત છું. રાજકીય પક્ષો તેમના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. શું તેઓ તેમના સમયનો એક કલાક પણ આપી શકતા નથી, તે તેમની સ્થિતિ છે.
Manipur is burning. We dont know how many people have died in shootouts. The figure is not provided by the govt. I won’t bring politics here, but people want to know how many died. If anything happens here(West Bengal), they send central teams and defend their decision by giving… pic.twitter.com/IGQTNxgI7y
— ANI (@ANI) May 8, 2023
મુખ્યમંત્રીએ કહ્યું કે બંગાળમાં કંઇક થાય કે તરત જ કેન્દ્રમાંથી ટીમો આવે છે, મણિપુરમાં કોઇ જતું નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બંગાળ પ્રવાસ અંગે તેમણે કહ્યું કે બંગાળમાં તેમનું સ્વાગત છે, પરંતુ બંગાળ આવતા પહેલા તેમણે મણિપુર જવું જોઈતું હતું. તેમજ કર્ણાટક ચૂંટણી પ્રચાર પહેલા મણિપુર જોવું જોઈતું હતું. તેમણે કહ્યું કે અમને ખબર નથી કે ફાયરિંગમાં કેટલા લોકો માર્યા ગયા છે. સરકારે સાચો આંકડો આપ્યો નથી. હું અહીં રાજનીતિ નહીં લાવીશ, પરંતુ લોકો એ જાણવા માંગે છે કે કેટલા લોકોના જીવ ગયા છે.
#CycloneMocha | No need to fear the cyclone…If there come different circumstances, we will rescue people from coastal areas as the cyclone will move to Bangladesh and then Myanmar: West Bengal CM Mamata Banerjee pic.twitter.com/LOCRdYCLQm
— ANI (@ANI) May 8, 2023
“ચક્રવાતથી ડરવાની જરૂર નથી”
ચક્રવાત મોચા પર, મુખ્યમંત્રીએ કહ્યું કે અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ, જો 10 અને 11 મેના રોજ પરિસ્થિતિ વધુ ખરાબ થશે તો અમે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને બચાવીશું. આ પછી ચક્રવાત બાંગ્લાદેશ અને પછી મ્યાનમાર તરફ આગળ વધશે. ચક્રવાતથી ડરવાની જરૂર નથી, અમે તમામ બચાવ વ્યવસ્થા કરી લીધી છે.