ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મમતા બેનર્જીએ BJPને 200 સીટનો આંકડો પાર કરવાનો પડકાર ફેંક્યો

Text To Speech

નવી દિલ્હી, 31 માર્ચ: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના લોકસભા ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યની મજાક ઉડાવી અને તેને 200 બેઠકોનો આંકડો પાર કરવાનો પડકાર ફેંક્યો. મમતાએ એમ પણ કહ્યું કે તે આ રાજ્યમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ થવા દેશે નહીં. તેમણે લોકોને ચેતવણી આપી કે CAA માટે અરજી કરનાર કોઈપણ વિદેશી બની જશે. તેમણે લોકોને આ માટે અરજી ન કરવા વિનંતી કરી.

મમતા બેનર્જીએ ભાજપને પડકાર આપ્યો

TMCના સુપ્રીમોએ કહ્યું, ભાજપ 400ને પાર કહી રહી છે, હું તેમને પડકાર આપું છું કે તેઓ પહેલા 200 સીટોનો આંકડો પાર કરે. તેમણે  સાલ 2021ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે 200 સીટો જીતવાની હાકલ કરી હતી, પરંતુ તેમને 77 પર સંતોષ માનવો પડ્યો હતો.

આ મહિનાની શરૂઆતમાં ઈજા પહોંચ્યા બાદ તેમની પ્રથમ રેલીને સંબોધતા, તેમણે કહ્યું, CAAએ કાયદાકીય નાગરિકોને વિદેશી બનાવવાની જાળ છે. અમે પશ્ચિમ બંગાળમાં ન તો CAA કે પછી નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન લાગુ થવા દઈશું નહીં. મમતાએ પશ્ચિમ બંગાળમાં “ભાજપ સાથે હાથ મિલાવવા” માટે વિપક્ષી ગઠબંધન INDIA‘ ઘટક – કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (CPI-M) અને કોંગ્રેસની ટીકા કરી હતી.

મમતાએ ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસને પણ આડેહાથે લીધા

પશ્ચિમ બંગાળમાં INDIA ગઠબંધન નથી. CPI(M) અને કોંગ્રેસ બંગાળમાં ભાજપ માટે કામ કરી રહ્યા છે. આ વાત તેમણે TMCના ઉમેદવાર મહુઆ મોઇત્રાના સમર્થનમાં કૃષ્ણનગરમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું. તેમણે કહ્યું, અમારા સાંસદ મહુઆ મોઇત્રાને બદનામ કરવામાં આવ્યા અને લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા કારણ કે તે ભાજપ વિરુદ્ધ અવાજ ઉઠાવતા હતા.

આ પણ વાંચો: મમતા બેનર્જી પર ટિપ્પણી કરીને ફસાયા દિલીપ ઘોષ! બંગાળમાં વધુ એક FIR દાખલ

Back to top button