રાહુલની સદસ્યતા રદ કરવા પર ‘દીદી’નું નિવેદન, ‘નવા ભારતમાં ભાજપના નિશાને વિપક્ષ નેતા’
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરવા પર તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે “PM મોદીના ન્યૂ ઈન્ડિયામાં ભાજપનું નિશાન વિપક્ષના નેતા છે”.
In PM Modi’s New India, Opposition leaders have become the prime target of BJP!
While BJP leaders with criminal antecedents are inducted into the cabinet, Opposition leaders are disqualified for their speeches.
Today, we have witnessed a new low for our constitutional democracy
— Mamata Banerjee (@MamataOfficial) March 24, 2023
મમતાએ વધુમાં જણાવ્યું હતું કે “જ્યારે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ભાજપના નેતાઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવે છે, ત્યારે વિપક્ષી નેતાઓને તેમના ભાષણો માટે અયોગ્ય ઠેરવવામાં આવે છે.” આજે આપણે આપણી બંધારણીય લોકશાહી માટે નવો નીચો જોયો છે.
તમને જણાવી દઈએ કે, સુરતની એક કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ વિશેની ટિપ્પણી બદલ 2019માં દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જો કે કોર્ટે રાહુલ ગાંધીને પણ જામીન આપ્યા છે. કોર્ટે તેમની સજાના અમલ પર 30 દિવસ માટે રોક લગાવી દીધી, જેથી કોંગ્રેસના નેતાઓ ચુકાદાને પડકારી શકે.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થતા ખડગે આપી આ પ્રતિક્રિયા , જાણો શુ કહ્યું
આ દરમિયાન તેમની સભ્યતા રદ કરવામાં આવી છે. લોકસભા સચિવાલયે એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે રાહુલ ગાંધીને બંધારણની કલમ 102(1) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
કોંગ્રેસે આ નિર્ણય પર કહ્યું છે કે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા સમાપ્ત કરી દેવામાં આવી છે. તે તમારા અને આ દેશ માટે રસ્તાથી સંસદ સુધી સતત લડી રહ્યા છે, લોકતંત્રને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે. દરેક ષડયંત્ર છતાં તે આ લડાઈ કોઈપણ ભોગે ચાલુ રાખશે અને આ મામલે ન્યાયી કાર્યવાહી કરશે. યુદ્ધ ચાલુ રહે છે.