- બપોરે 2.50 કલાકે સાયબર એટેક થયો
- તંત્રએ હુમલાને સંપૂર્ણ નિષ્ફળ બનાવ્યો
- અગાઉ પણ થયો હતો સાયબર એટેક
AIIMSની સાયબર સુરક્ષા પર ફરી એકવાર હુમલો થયો છે. જોકે આ વખતે નુકસાન થયું ન હતું અને મોડી સાંજ સુધીમાં સેવાઓ ફરી શરૂ થઈ શકી હતી. AIIMS તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરે 2:50 વાગ્યે AIIMSની સાયબર સુરક્ષા પર માલવેર એટેક થયો હતો. એઈમ્સમાં તૈનાત સાયબર સુરક્ષા પ્રણાલીઓ દ્વારા આ હુમલાને સફળતાપૂર્વક નિષ્ફળ કરવામાં આવ્યો હતો.
અગાઉ 6 મહિના પહેલા પણ થયો હતો સાયબર એટેક
AIIMS ઈ-હોસ્પિટલ સેવાઓ સંપૂર્ણપણે સલામત છે અને સામાન્ય રીતે કાર્ય કરે છે. જોકે, આ ઘટના બાદ અમુક સમય માટે સેવાઓ ચોક્કસપણે પ્રભાવિત થઈ હતી. ઉલ્લેખનીય છે કે લગભગ છ મહિના પહેલા AIIMSમાં સાયબર એટેક થયો હતો જેના કારણે તમામ સેવાઓ પ્રભાવિત થઈ હતી. લાંબા સમય પછી, AIIMS એ તેની સાયબર સુરક્ષાને મજબૂત બનાવી અને ધીમે ધીમે સેવાઓ ફરીથી સામાન્ય કરી.
પેપર લીક કેસની તપાસ શરૂ
AIIMSએ નર્સિંગ ઓફિસર પેપર લીક કેસની તપાસ શરૂ કરી છે. દેશભરની એઈમ્સ અને અન્ય હોસ્પિટલો માટે નર્સ અધિકારીઓની ત્રણ હજારથી વધુ જગ્યાઓની ભરતી માટે 3 જૂને પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષાનું પેપર વાયરલ થયા બાદ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ પેપર લીક થયાનો આક્ષેપ કર્યો હતો. આ પરીક્ષામાં એક લાખ 10 હજાર ઉમેદવારોએ ભાગ લીધો હતો.
પેપેરલીક થયું છે તેવું કહેવું શક્ય નથી
AIIMSના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે એ વાત સાચી છે કે પરીક્ષાના બે દિવસ બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પ્રશ્નપત્રો એક જ પરીક્ષાના હતા, પરંતુ અત્યારે અમે એવું કહી શકીએ નહીં કે પેપર લીક થયું છે. જો કે, તેમણે કહ્યું કે જે પ્રશ્નપત્ર બહાર આવ્યું છે તેમાં પણ ભૂલ છે, તેથી અમે તેની તપાસ કરી રહ્યા છીએ.
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ
AIIMS પ્રશાસને તમામ પરીક્ષા કેન્દ્રોમાંથી ડેટા એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે અને પરીક્ષા કેન્દ્રોના CCTV ફૂટેજ પણ મંગાવવામાં આવ્યા છે. બીજી તરફ, સૂત્રોનું કહેવું છે કે પરીક્ષાના સ્ક્રિનશોટ વાયરલ થવાના સંદર્ભમાં મંગળવારે AIIMSની ટીમ CBI અધિકારીઓને મળી હતી. સૂત્રોનું કહેવું છે કે અત્યાર સુધી માત્ર સલાહ માંગવામાં આવી છે. AIIMS તેની તપાસ પૂર્ણ થયા બાદ કેસ નોંધશે.