ઉત્તર ગુજરાત

Malpur : રાજવી મહારાઉલજી કૃષ્ણપાલસિંહનું અવસાન, સમગ્ર નગરમાં શોકનો માહોલ

Text To Speech

માલપુર તાલુકામાં માલપુર સ્ટેટ વર્ષોથી અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લામાં ખ્યાતનામ છે. સ્ટેટની જાગીરીની સાબિતીને પ્રતીત કરતાં આજે પણ દરબારગઢ પેલેસ અને રાજવી પરિવારની નામના છે. સમગ્ર રાજપૂત સમાજના ગૌરવશાળી માલપુર સ્ટેટના મહારાઉલજી કૃષ્ણપાલસિંહજીનું મંગળવારે સવારે અવસાન થતાં સમગ્ર સ્ટેટ શોકાતુર બન્યું હતું. Malpur - Humdekhengenewsપ્રેમ, માનવતાના હિમાયતી સ્વ.કૃષ્ણપાલસિંહ મહારાજાના નિધનના સમાચારથી જિલ્લામાંથી રાજપૂત પરિવારો, માલપુર, મોડાસા અને મેઘરજ વિસ્તારના તેમજ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં સદગતની અંતિમ યાત્રામાં જોડાયા હતા. અંતિમયાત્રામાં તેમણે માન સન્માન સાથે પાલખીયાત્રા સ્વરૂપે તેમના નિવાસસ્થાનેથી અંતિમધામ સુધી લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Ahmedabad : 28 વર્ષ પહેલા થયેલી ત્રણ અલગ-અલગ હત્યાઓમાં ડોન લતીફ નિર્દોષ
Malpur - Humdekhengenewsઆ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાય હતા. મહારાઉલજી કૃષ્ણપાલસિંહજીની અંતિમયાત્રા દરમિયાન નગરના મુખ્ય બજારમાં સૌએ બે મિનિટનું મૌન પાડી તેમજ વેપારી બંધુઓએ સ્વયંભૂ બજાર બંધ રાખી મહારાઉલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે મહારાઉલજી કૃષ્ણપાલસિંહજી પોતે પ્રખર ધારાશાસ્ત્રી(એડવોકેટ) હતા તેમજ અરવલ્લી-સાબરકાંઠા ક્ષત્રિય હિતકારિણી સભા(અરવલ્લી-સાબરકાંઠા રાજપૂત સમાજ)ના પ્રમુખ પણ હતા.

Back to top button