ટ્રેન્ડિંગનેશનલ

2024માં તમામ વિપક્ષોએ એક થઈને લડવા મલ્લિકાર્જુનનું આહ્વાન

Text To Speech
  • બિહાર જીતીશું તો આખું ભારત જીતીશું, 2024માં એક થઈને લડવું પડશે: મલ્લિકાર્જુન ખડગે

  • કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘તમે બધા સાથે મળીને કોંગ્રેસને જીતાડો, સાથે મળીને કામ કરો. નાના-મોટા મતભેદો ભુલીને દેશ અને બંધારણને બચાવવા માટે લડો.

પટના: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે 23 જૂનને શુક્રવારે વિપક્ષી નેતાઓની બેઠક પહેલા કહ્યું કે વિપક્ષના તમામ પક્ષોએ એક થઈને આગામી લોકસભા ચૂંટણી લડવાની છે. બિહાર પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધતા તેમણે એમ પણ કહ્યું કે જો આપણે બિહાર જીતીશું તો આખું ભારત જીતીશું.

ખડગેએ કહ્યું, ‘આપણે તમામ વિપક્ષી દળોએ એક થવું પડશે, 2024માં એક થઈને લડવું પડશે. રાહુલ ગાંધીએ પહેલું પગલું ભર્યું. મેં અને રાહુલ ગાંધીએ વિચાર્યું કે અમે તમામ નેતાઓ સાથે વાત કરીશું અને તે મુજબ પગલાં લઈશું. અમે આ જ ઉદ્દેશ્ય સાથે આ બેઠક યોજી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે બિહાર ક્યારેય અમારી પાર્ટીના સિદ્ધાંતો અને વિચારધારાને છોડી શકે નહીં. જો આપણે બિહાર જીતીશું તો આખા ભારતમાં જીતીશું. કોંગ્રેસ અધ્યક્ષે આહ્વાન કરતાં કહ્યું કે તમે બધા સાથે મળીને કોંગ્રેસને જીતાડો, સાથે મળીને કામ કરો. નાના-મોટા મતભેદો ભુલીને દેશ અને બંધારણને બચાવવા લડો.

રાહુલ ગાંધીએ અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ સંબોધિત કરતા કહ્યું કે ભારતમાં વિચારધારાની લડાઈ ચાલી રહી છે. એક તરફ કોંગ્રેસની ‘જોઇન ઈન્ડિયા’ની વિચારધારા છે અને બીજી બાજુ ભાજપ અને આરએસએસની ‘ભારત તોડો’ની વિચારધારા છે. એટલા માટે અમે બિહાર આવ્યા છીએ. સાથે સાથે તેમણે ‘ભારત જોડો યાત્રા’માં મદદ કરવા બદલ બિહારના લોકોનો પણ આભાર માન્યો હતો.

2024માં તમામ વિપક્ષોએ એક થઈને લડવા મલ્લિકાર્જુનનું આહ્વાન

રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાંધ્તા કહ્યું કે ભાજપ ભારતને તોડવા, હિંસા અને નફરત ફેલાવવાનું કામ કરે રહી છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી દેશને જોડવાનું અને પ્રેમ ફેલાવવાનું કામ કરી રહી છે. તમે જાણો જ છો કે નફરતને નફરતથી ના મારી શકાય, નફરતને પ્રેમથી જ દુર કરી શકાય છે.

આ પણ વાંચો: “ઈતિહાસની સૌથી ખરાબ હાર છતાં કોંગ્રેસે કોઈ બોધપાઠ ન લીધો ?”, પૂર્વ ધારાસભ્યએ હૈયાવરાળ ઠાલવી

Back to top button