ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મલ્લિકાર્જુન ખરગેનો અમિત શાહને પત્ર, રાહુલ ગાંધીની સુરક્ષા અંગે કરી વિનંતી

Text To Speech

આસામ, 24 જાન્યુઆરી : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને આસામમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં સામેલ પક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની વિનંતી કરી છે. 23 જાન્યુઆરીના આ પત્રમાં ખરગેએ દાવો કર્યો હતો કે ઘણી જગ્યાએ આસામ પોલીસ આયોજનબદ્ધ રીતે ઉભી રહી હતી અથવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સુરક્ષા કોર્ડનનો ભંગ કરીને રાહુલ ગાંધીની નજીક પહોંચવા દીધા હતા. ખરગેના જણાવ્યા અનુશાર, પુરાવા જાહેરમાં ઉપલબ્ધ હોવા છતાં તોફાની તત્વો સામે હજુ સુધી કોઈ ધરપકડ કે કાર્યવાહી કરવામાં આવી નથી, જ્યારે ઘણા કેસોમાં તપાસ પણ શરૂ કરવામાં આવી નથી.

તેમણે ગૃહ પ્રધાનને આસામના મુખ્ય પ્રધાન હિમંતા વિશ્વ શર્મા અને પોલીસ મહાનિર્દેશક જીપી સિંઘને નિર્દેશ આપવા વિનંતી કરી કે ભવિષ્યમાં એવી કોઈ ઘટના ન બને કે જેનાથી રાહુલ ગાંધી અથવા ‘ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લેનારા અન્ય કોઈ સભ્યને ગંભીર ઈજા થાય. સાથે જ, ખરગેએ પત્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં આસામમાં બનેલી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે.

આસામ પોલીસે મંગળવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પક્ષના અન્ય નેતાઓ વિરુદ્ધ હિંસામાં સંડોવણી બદલ FIR નોંધી હતી. આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ આ જાણકારી આપી હતી. રાહુલ ગાંધીની આગેવાનીમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’ હાલમાં આસામમાં છે. ગુવાહાટીમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં આ હિંસાની ઘટના બની હતી, જેમાં પક્ષના નેતાઓએ બેરિકેડ તોડી નાખ્યા અને પોલીસકર્મીઓ સાથે ઘર્ષણ સર્જાતાં ચાર પોલીસકર્મીયો ઘાયલ થયા હતા.

ભારત જોડો ન્યાય યાત્રા-humdekhengenews

આ પણ વાંચો :  પૃથ્વી પર 5 સેકન્ડ માટે ઓક્સિજન સમાપ્ત થાય તો શું થાય?

Back to top button