ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણીમાં પાંચ રાજ્યોમાં સરકાર બનાવવાનો કર્યો દાવો

Text To Speech

કલબુર્ગી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ  2023માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં પાંચ રાજ્યોમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે સૌથી જૂની પાર્ટી પાંચેય રાજ્યોમાં સરકાર બનાવશે. આ તમામ રાજ્યોમાં કેન્દ્ર સરકાર સામે વિરોધની લહેર છે. તેથી જ લોકો કોંગ્રેસને પસંદ કરશે. કલબુર્ગીમાં એક મીડિયા એજન્સી સાથે વાત કરતા ખડગેએ કહ્યું કે છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારો તેમનું કામ યોગ્ય રીતે કરી રહી છે. ત્યાંના લોકો રાજ્ય સરકારથી ખુશ છે. તેમને રાજ્ય સરકાર સાથે કોઈ વાંધો નથી.

ખડગેએ જણાવ્યું કે પાંચ રાજ્યોમાં ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારી પૂરજોશમાં છે. તેમણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમે તમામ રાજ્યોમાં જીતીશું. લોકો મુખ્યત્વે મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન છે. આ કારણોસર ભાજપનો વિરોધ કરી રહી છે. મધ્યપ્રદેશમાં લોકો શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વવાળી ભાજપ સરકારની વિરુદ્ધ છે. ભાજપ પર આક્ષેપ કરતાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે પાર્ટીએ તેના એકપણ ચૂંટણી વચનો પૂરા કર્યા નથી. પછી તે બેરોજગારી હોય, ખેડૂતોની આવક બમણી કરવી હોય કે રોકાણ. કર્ણાટકમાં પોતાના ગૃહ જિલ્લા કલબુર્ગીની મુલાકાતે આવેલા ખડગેએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર કર્ણાટકની અવગણના કરી રહી છે. તેમણે કહ્યું કે, કર્ણાટકને કોઈ કેન્દ્રીય પ્રોજેક્ટ આપવામાં આવી રહ્યો નથી.

નોંધનીય છે કે, તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમમાં નવેમ્બરમાં એક કે બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મિઝોરમમાં 7 નવેમ્બરે, છત્તીસગઢમાં 7 નવેમ્બર અને 17 નવેમ્બરે, મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે, રાજસ્થાનમાં 25 નવેમ્બરે અને તેલંગાણામાં 30 નવેમ્બરે ચૂંટણી યોજાશે. તમામ રાજ્યોમાં મતગણતરી 3 ડિસેમ્બરે થશે.

આ પણ વાંચો: સંસદના વિશેષ સત્ર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM મોદી પર લગાવ્યા આરોપ, કહ્યું કે…

Back to top button