મલ્લિકાર્જુન ખડગેએ ઉપરાષ્ટ્રપતિના પત્રનો આપ્યો જવાબ, જાણો શું કહ્યું?
- સંસદમાં હોબાળા મામલે ઉપરાષ્ટ્રપતિને મલ્લિકાર્જુન ખડગેએ પત્રથી આપ્યો જવાબ
- હું તમને મળી શકીશ નહીં, કારણ કે હું હાલમાં દિલ્હીની બહાર છું : મલ્લિકાર્જુન ખડગે
નવી દિલ્હી, 25 ડિસેમ્બર : સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષના 146 સાંસદોને ગૃહ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પછી તેઓ દરરોજ ગૃહની બહાર વિરોધ કરતા હતા. આ ક્રમ ત્યાં સુધી ચાલુ રહ્યો જ્યાં સુધી ગૃહને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યું. ગૃહની કાર્યવાહી ગુરુવારે 21 ડિસેમ્બરે મુલતવી રાખવામાં આવી હતી. આ પછી રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો હતો. જે પત્રમાં ઉપરાષ્ટ્રપતિએ મલ્લિકાર્જુન ખડગેને મીટિંગ અને વાતચીત માટે આમંત્રણ આપ્યું હતું. જેના જવાબમાં મલ્લિકાર્જુન ખડગેએ પત્ર લખીને કહ્યું કે, હું આપને મળી શકીશ નહીં, કારણ કે હું હાલમાં દિલ્હીની બહાર છું.
Congress president and Rajya Sabha LoP Mallikarjun Kharge writes a letter to Rajya Sabha Chairman Jagdeep Dhankhar stating that he won’t be able to meet the latter as he is currently out of Delhi.
The letter also reads “The Chairman is the custodian of the house and should be… https://t.co/BLONV4t1yY pic.twitter.com/beMnyZkXJK
— ANI (@ANI) December 25, 2023
મલ્લિકાર્જુન ખડગેએ જગદીપ ધનખરને પત્રમાં લખ્યું છે કે, “તેમને મળવું એ તેમનું સૌભાગ્ય હશે. અધ્યક્ષના આમંત્રણ પર મળવાનું તેમની ફરજ છે. દિલ્હી પરત ફર્યા બાદ તે તેની અનુકૂળતા મુજબ તેને મળવાના તમામ પ્રયાસો કરશે.”
સ્પીકર ગૃહના સંરક્ષક છે : ખડગે
આ પત્રમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ લખ્યું છે કે, અધ્યક્ષ ગૃહના સંરક્ષક છે અને તેમણે ગૃહની ગરિમા જાળવવી, સંસદીય વિશેષાધિકારોનું રક્ષણ કરવું, સંસદમાં વાદ-વિવાદ,ચર્ચા અને જવાબો દ્વારા સરકારને જવાબદાર ઠેરવવાના લોકોના અધિકારનું રક્ષણ કરવામાં અગ્રેસર હોવું જોઈએ. આ સાથે ખડગેએ આરોપ લગાવ્યો કે, રાજ્યસભામાં બિલ પર પૂરતી ચર્ચા થઈ નથી. જેને લઈને તેમણે કહ્યું કે, આ ખૂબ જ દુઃખદ છે. પ્રિસાઈડિંગ ઓફિસરોને ચર્ચા વિના બિલ પસાર કરવા માટે અને સરકાર પાસેથી જવાબદારીની માંગ ન કરવા બદલ સખત રીતે તેમનું ઈતિહાસમાં મૂલ્યાંકન કરવામાં આવશે.
મલ્લિકાર્જુન ખડગે સરકાર પર સંસદની અવગણના કરવાનો આરોપ લગાવ્યો
આ સાથે મલ્લિકાર્જુન ખડગેએ પોતાના પત્રમાં સંસદની સુરક્ષામાં ચૂક મામલે ગૃહમંત્રી અમિત શાહના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો છે. ખડગેએ કહ્યું કે, સંસદનું સત્ર ચાલુ હોવા છતાં દેશના ગૃહમંત્રી ટીવી ચેનલ પર આવા સંવેદનશીલ મુદ્દા પર નિવેદન આપે છે, પરંતુ ગૃહમાં આવીને નિવેદન આપતા નથી. આ દુર્ભાગ્યની સાથે-સાથે લોકશાહીને અપમાનિત કરવાનું કૃત્ય પણ છે. તેમણે સમગ્ર સરકાર પર સંસદની અવગણના કરવાનો આરોપ લગાવ્યો.
આ પણ જુઓ :લોકસભામાં સુરક્ષા ચૂક બાદ હવે સંસદ ભવનની સલામતી CISF સંભાળશે