સોનિયા ગાંધી અને રાહુલના કહેવાથી કોંગ્રેસ અધ્યક્ષ પદ મળ્યુંઃ મલ્લિકાર્જુન ખડગે
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના પ્રમુખ બનવા અંગે મોટો ખુલાસો કર્યો છે. મહિલા કોંગ્રેસના કાર્યક્રમમાં ખડગેએ કહ્યું કે, મને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સલાહ પર અધ્યક્ષ પદ મળ્યું. ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધતા કહ્યું કે જો કોંગ્રેસે બંધારણ અને લોકતંત્રની રક્ષા ન કરી હોત તો મોદી ક્યારેય પીએમ ન બની શક્યા હોત.
મણિપુર સળગી રહ્યું છે પરંતુ પીએમ ન ગયા – ખડગે
ખડગેએ વધુમાં કહ્યું કે, પીએમ મોદી સંસદમાં માત્ર પોતાની વાત કરે છે, ગાંધી, નેહરુ, પટેલ, આંબેડકરને યાદ કરતા નથી. મણિપુર સળગી રહ્યું છે પરંતુ પીએમ ડોકિયું કરવા પણ ગયા નથી. કોંગ્રેસ અધ્યક્ષે 15 ઓગસ્ટના રોજ વડાપ્રધાન મોદીના સંબોધન પર પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે પીએમએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે આગામી વખતે તેઓ ફરીથી અહીં ધ્વજ ફરકાવશે. મેં કહ્યું, તે ચોક્કસપણે ધ્વજ ફરકાવશે પરંતુ તેમના ઘરે અને અમિત શાહ તેમના ઘરે પત્ની સાથે ફરકાવશે.
આ પણ વાંચો-હિમાચલ-ઉત્તરાખંડમાં વરસાદે જનજીવનને કરી નાંખ્યું વેરવિખેર; 71 લોકોના મોત- ₹8000 કરોડનું નુકશાન
ખડગેએ કહ્યું, રાહુલ ગાંધી ભારતને એક કરવાનું કામ કરે છે જ્યારે પીએમ તેને તોડવાનું કામ કરે છે. તેમણે કહ્યું, પુરૂષો કરતાં મહિલા મતદારો વધુ છે, જો મહિલાઓ દ્રઢ બને તો ભાજપ સરકારને હટાવી શકે છે. બાંગ્લાદેશ યુદ્ધનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ઈન્દિરા ગાંધીએ બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું, પાકિસ્તાનના એક લાખ લોકોને જેલમાં ધકેલી દીધા. મોદી આકાશમાં ઉડતા ગરુડને ભેંસ કહીને ગેરમાર્ગે દોરે છે.
પીએમ મોદી પર ખડગેનો નિશાન
ખડગેએ કહ્યું, “(PM મોદી) આજકાલ ભાઈ-બહેનોને છોડીને હવે પરિવારના સભ્યો બોલી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ભારતના ગઠબંધનના લોકો શું કરી રહ્યા છે! રડો નહીં, મુકાબલો કરો. તપાસ એજન્સીઓ દ્વારા વિપક્ષી નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે પરંતુ કોંગ્રેસ ડરતી નથી.”
આ પણ વાંચો-BREAKING:ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલથી લેન્ડર અલગ, મિશન મૂન માટે આગામી 6 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ