કેરલના ફુટબોલ સ્ટેડિયમમાં આગ લાગતા ભાગદોડ મચી, ફટાકડા ફુટવાના કારણે 30 લોકો ઘાયલ થયાં


મલ્લપુરમ, 19 ફેબ્રુઆરી 2025: કેરળના મલ્લપુરમમાં એક ફૂટબોલ સ્ટેડિયમમાં આગ લાગવાની ઘટના જોવા મળી છે. હકીકતમાં જોઈએ તો, મેચનું આયોજન અહીં એરિકોડના ફૂટબોલ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્ટેડિયમમાં ફટાકડા ફોડવાથી 30 લોકો ઘાયલ થયા હતા. અહીં ઉલ્લેખનિય છે કે, સ્ટેડિયમમાં સેવન્સ ફૂટબોલ ટુર્નામેન્ટ શરૂ થવાની હતી. આ સમય દરમિયાન ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. ફટાકડા ફૂટ્યા પછી, તે દૂર દૂર સુધી ફેલાઈ ગયા, જેના કારણે જમીન પર બેઠેલા લોકો પણ ઘાયલ થઈ ગયા હતા. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, આ ઘટના યુનાઇટેડ એફસી નેલીકુથ અને કેએમજી માવુર વચ્ચેની ફાઇનલ મેચ દરમિયાન બની હતી.
કમ્બામાલા જંગલોમાં લાગી આગ
બીજી તરફ કેરલના પહાડી જિલ્લા વાયનાડના કમ્બામાલા જંગલોમાં દાવાનળથી ઘાસના મેદાનમાં એક ભાગ ખતમ થઈ ગયાના એક દિવસ બાદ મંગળવારે ફરી મનંતાવડીની નજીક એજ પહાડીમાં આગ ફાટી નીકળી હતી. વન વિભાગને શંકા છે કે, આ કોી પ્રાકૃતિક ઘટના નથી. વન અધિકારીઓએ જણાવ્યું કે, સોમવારે વનની અંદર લગભગ 10 હેક્ટર ઘાસનું મેદાન આગથી ખતમ થઈ ગયું છે. વન અને ફાયગ વિભાગના અધિકારીઓએ કેટલાય કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો. જો કે મંગળવારે ફરી એક વાર આ પહાડી પર આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી.
વન અધિકારીઓએ કરી આ વાત
ઉત્તરી વાયનાડના પ્રભાગીય વન અધિકારી માર્ટન લોવેલે એક વીડિયો મેસેજ આપી આ ઘટના પર શંકા વ્યક્ત કરતા કહ્યું કે, આગ પ્રાકૃતિક નથી દેખાતી. તેમણે કહ્યું કે, કોઈએ જાણી જોઈને આગ લગાવી છે, કારણ કે આ ઘટના જંગલની અંદર ઘાસના મેદાનમાં થઈ, જ્યાં આવી આગ હંમેશા પ્રાકૃતિક રીતે નથી લાગી. અધિકારીએ કહ્યું કે, જ્યારે અમે સ્થિતિની તપાસ કરી, તો સમજાયું કે, આગની ઘટના જ્યારે થઈ ત્યારે તે વિસ્તારમાં વાઘની સમસ્યા હતી. શંકા છે કે જંગલમાં જાણી જોઈને આગ લગાવી છે.
આ પણ વાંચો: ઝેલેન્સકીએ સાઉદી મુલાકાત રદ્દ કરી, યુદ્ધવિરામ ઉપર રશિયા-યુએસ બેઠક બાદ જાહેરાત કરી