હોળી પર વધશે રાહુ-કેતુનો અશુભ પ્રભાવઃ અજમાવો આ ઉપાયો તો થશે ફાયદો
રાહુ હાલમાં મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે. મંગળના ઘરમાં રાહુનો પ્રભાવ વધારે વધી જતો હોય છે. તે ઉગ્ર અવસ્થામાં રહે છે. આવા સમયે હોળાષ્ટક દરમિયાન જ્યારે શુભ ગ્રહોનો પ્રભાવ ઘટે છે ત્યારે રાહુ અને તેના સાથી કેતુનો પ્રભાવ વધી જાય છે. જે લોકોને અત્યારે રાહુની પ્રતિકુળ દશા ચાલી રહી છે કે ગોચરમાં જેની પર રાહુનો અશુભ પ્રભાવ છે તેને આ દરમિયાન રાહુ વધુ પ્રભાવિત કરશે. આવા સંજોગોમાં રાહુના ઉપાય કરશો તો ફાયદો થશે. હોલિકા દહનની રાતને સિદ્ધિની રાત માનવામાં આવે છે. આ રાતે રાહુના ઉપાય કરવાથી શુભ પરિણામો પ્રાપ્ત થઇ શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વખતે હોલિકા દહન પર રાહુનો દુષ્પ્રભાવ વધુ રહે છે. તેની પાછળ પૌરાણિક કથા છે. પૌરાણિક કથાઓ અનુસાર દેવી પાર્વતી શિવજી સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા, પરંતુ ભગવાન શિવ પોતાના તપમાં લીન હતા. પાર્વતીજી સતત શિવજીની તપસ્યા ભંગ કરવાનો પ્રયાસ કરતા હતા. માતા પાર્વતીની કોશિશ જોઇને કામદેવ આગે આવ્યા અને શિવજી પર પુષ્પ બાણ ચલાવી દીધુ. ભગવાન શિવની તપસ્યા ભંગ થઇ. તપસ્યા ભંગ થવાના કારણે શિવજી નારાજ થયા અને પોતાનુ ત્રીજુ નેત્ર ખોલી દીધું. તેમના નેત્રમાંથી નીકળેલી અગ્નિથી કામદેવ ભસ્મ થઇ ગયા.
ત્યારબાદ તમામ દેવી દેવતા ઉદાસ થઇ ગયા. આ કારણે તમામ શુભ ગ્રહોનો પ્રભાવ ઘટી ગયો અને રાહુ કેતુ જેવા ગ્રહનો પ્રભાવ વધી ગયો. જ્યારે શિવજીએ કામદેવને ભષ્મ કર્યા તે સમયને હોળાષ્ટક માનવામાં આવ્યો. કામદેવની પત્નીએ શિવજીની પુજા કરીને તેમને પ્રસન્ન કર્યા. જણાવ્યુ કે કામદેવ નિર્દોષ છે. તેઓ માતા પાર્વતીને મદદ કરી રહ્યા હતા. ત્યારબાદ ભગવાન શિવે તેમને શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમનના રૂપમાં જન્મ લેવાનું વરદાન આપ્યુ.
હોળી પર કરો રાહુના આ ઉપાયો
- હોલિકા દહનના દિવસે ભગવાન શિવજીના મહામૃત્યુંજય મંત્રનો જપ કરો. આ ઉપરાંત આ દિવસે મધ્યકાલ એટલે કે નિશિથ કાલમાં ભગવાન શિવ અને રાહુના મંત્રોનો જાપ કરો
- રાહુનો બીજ મંત્ર ઓમ ભ્રાં ભ્રીં ભ્રૌં સઃ રાહવે નમઃ કરો
- રાહુ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરો. જેમકે મોતીની માળા, સાત અનાજનું દાન કરો.
- કબૂતર કે અન્ય પક્ષીઓને બાજરો ખવડાવો, તેનાથી રાહુનો પ્રભાવ ઘટે છે.
2023માં રાહુ કઇ રાશિને અસર કરશે?
આ વર્ષે ઓક્ટોબર સુધી રાહુ મંગળની રાશિ મેષમાં સંચાર કરશે. ત્યારબાદ ઓક્ટોબરમાં મેષમાંથી નીકળીને રાહુ મીન રાશિમાં પહોંચી જશે. આવા સંજોગોમાં રાહુનો ચાર રાશિઓ પર પ્રતિકુળ પ્રભાવ રહેશે. રાહુનો મેષ, વૃષભ, કન્યા અને મકર રાશિ પર પ્રતિકુળ પ્રભાવ રહેશે.
આ પણ વાંચોઃ હોળી રમતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો