IPL-2023ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

માલદીવના પ્રમુખ શરમજનક સ્થિતિમાં મૂકાયા, સંબોધનમાં માત્ર 24 સાંસદોની જ હાજરી!

  • માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) અને ડેમોક્રેટ્સે બેઠકનો બહિષ્કાર કર્યો

માલે (માલદીવ), 5 ફેબ્રુઆરી: માલદીવમાં પીપલ્સ મજલિસ (સંસદ) ના સત્રનો આજે પ્રારંભ થયો હતો. જોકે પીપલ્સ મજલિસ (સંસદ)ની શરૂઆતની બેઠકમાં માત્ર 24 માલદીવના સંસદ સભ્યોએ હાજરી આપી હતી, જ્યાં પ્રમુખ મોહમ્મદ મુઇઝઝૂએ તેમનું પ્રથમ પ્રમુખ તરીકેનું સંબોધન કર્યું હતું તેમ માલદીવ-આધારિત ઓનલાઈન ન્યૂઝ આઉટલેટ અધધુએ અહેવાલમાં જણાવ્યું હતું.

વિપક્ષી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) અને ડેમોક્રેટ્સે “સરકારના અલોકતાંત્રિક માર્ગ” ને કારણે આ બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. કુલ 56 સાંસદોએ આ પ્રારંભિક બેઠકનો બહિષ્કાર કર્યો હતો. જેમાં ડેમોક્રેટના 13 સાંસદો અને MDPના 44 સાંસદોનો સમાવેશ થાય છે. સવારે 9:00 વાગ્યે બેઠક શરૂ થઈ ત્યારે માત્ર 24 સાંસદો જ હાજર રહ્યા હતા.

 

અધધુના જણાવ્યા મુજબ, MDP MP સ્પીકર મોહમ્મદ અસલમે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક બોલાવવા પાછળનું કારણ તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી રહી હોવાનું છે. સરકારી સાંસદોએ ડેપ્યુટી સ્પીકર અહેમદ સલીમ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી છે, જેઓ એમડીપી સાંસદ પણ છે.

પીપલ્સ મજલિસના ઉદ્ઘાટનમાં પ્રમુખ અને ફર્સ્ટ લેડીએ આપી હાજરી

માલદીવના પ્રમુખના કાર્યાલયે X(ટ્વિટર) પર લખ્યું કે, “પ્રમુખ ડૉ. મુઇઝઝૂ અને પ્રથમ મહિલા સાજીધા મોહમ્મદે વર્ષ 2024 માટે પીપલ્સ મજલિસના ઉદ્ઘાટનમાં હાજરી આપી છે, જ્યાં પ્રમુખ મુઇઝઝૂએ તેમનું પ્રથમ રાષ્ટ્રપતિ ભાષણ આપશે.”

પ્રમુખ મુઇઝઝૂએ તેમના સંબોધનમાં શું કહ્યું ?

માલદીવના મીડિયા આઉટલેટ મિહારુએ અહેવાલમાં મુજબ, પ્રમુખે તેમનું સંબોધન કરતી વખતે કહ્યું હતું કે, “દેશની વર્તમાન આર્થિક અને નાણાકીય પરિસ્થિતિને જોતા તેમણે વરિષ્ઠ રાજકીય હોદ્દાઓ પર વધુ લોકોની નિમણૂક ન કરવાનો નિર્ણય લીધો છે. ખાધ અને દેવામાં વધારાનું મુખ્ય કારણ આવકની તુલનામાં સરકારના ખર્ચમાં તીવ્ર વધારો છે. રકારને ઓપરેટિંગ ખર્ચ ઘટાડવા માટે પગલાં લેવાની ફરજ પડી છે. સરકારી ખર્ચ ઘટાડવા માટે મેં અપવાદરૂપ સંજોગો સિવાય વરિષ્ઠ રાજકીય હોદ્દાઓ પર વધુ લોકોની નિમણૂક ન કરવાનો નિર્ણય લીધો છે.”

આ પણ જુઓ:માલદીવના પ્રમુખ મુઈઝઝુની ‘ઇન્ડિયા આઉટ’ની યોજના નિષ્ફળ! ભારતે શોધી કાઢ્યો ઉકેલ 

Back to top button