ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘માલદીવ ક્યારેય એવું કંઈ નહીં કરે જેનાથી ભારતને…’ ચીનને લઈને પ્રમુખ મુઇઝઝૂનું મોટું નિવેદન

Text To Speech
  • પ્રમુખ મોહમ્મદ મુઇઝઝૂ ચાર દિવસીયની ભારતની મુલાકાત પર છે

નવી દિલ્હી, 7 ઓકટોબર: માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝઝૂ ભારતની ચાર દિવસીય મુલાકાતે આવ્યા છે. મુઇઝઝૂ આ મુલાકાત માટે રવિવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. આ દરમિયાન ચીનના નજીકના ગણાતા માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈઝુએ ખાતરી આપી કે, ચીન સાથેના તેમના દેશના સંબંધોથી ભારતની સુરક્ષાને ખલેલ પહોંચાડે તેવું કોઈ કામ ક્યારેય નહીં કરે. પ્રમુખ મુઇઝઝૂ, જેમની સરકાર માલદીવમાં આર્થિક સંકટનો સામનો કરી રહી છે, તે ભારત સાથે તેમના દેશના સંબંધોને ફરીથી સેટ કરવા માટે ભારતની મુલાકાતે છે.

માલદીવ પ્રમુખ મુઇઝઝૂનું મોટું નિવેદન

પ્રમુખ મુઇઝઝૂએ આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “માલદીવ ક્યારેય એવું કંઈ કરશે નહીં જે ભારતની સુરક્ષાને નુકસાન પહોંચાડે. ભારત માલદીવનો મૂલ્યવાન ભાગીદાર અને મિત્ર છે, અને અમારા સંબંધો પરસ્પર આદર અને સહિયારા હિતોના આધારે બનેલા છે, જ્યારે અમે વિવિધ ક્ષેત્રોમાં અન્ય દેશો સાથે અમારો સહયોગ વિસ્તારીએ છીએ, ત્યારે અમે એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે અમારા કાર્યો અમારા ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતા સાથે સમાધાન નહીં કરે.”

ભારતીય સૈનિકો માટે શું કહ્યું?

જ્યારે પ્રમુખ મુઇઝઝૂને ઈન્ટરવ્યુમાં ભારતીય સૈનિકો પાછા ખેંચવાના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, તેઓ સ્થાનિક પ્રાથમિકતાઓને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે “માલદીવ અને ભારત હવે એકબીજાની પ્રાથમિકતાઓ અને ચિંતાઓને વધુ સારી રીતે સમજે છે. માલદીવના લોકોએ મને જે કહ્યું તે મેં કર્યું. તાજેતરના ફેરફારો ઘરેલું પ્રાથમિકતાઓને સંબોધવાના અમારા પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. અગાઉના કરારો અમારી સમીક્ષાનો ઉદ્દેશ્ય એ ખાતરી કરવાનો છે કે આપણા રાષ્ટ્રીય હિતો સાથે સુસંગત રહે અને પ્રાદેશિક સ્થિરતામાં સકારાત્મક યોગદાન આપે.”

ઉલ્લેખનીય છે કે, માલદીવે ભારતીય સૈનિકોને માલદીવમાંથી હટી જવા કહ્યું ત્યારથી જ માલદીવ-ભારતના સંબંધો તંગ બની ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ માલદીવના પ્રધાનો દ્વારા વાંધાજનક ટિપ્પણીઓને કારણે દ્વિપક્ષીય સંબંધો વધુ વણસ્યા હતા.

આ પણ જૂઓ: કરાચી એરપોર્ટ પાસે ફિદાયીન હુમલો: 2થી વધુ ચીની નાગરિકોના મૃત્યુ, અનેક ઘાયલ

Back to top button