ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

માલદીવના પ્રવાસન ઉદ્યોગની EaseMyTripને ફ્લાઇટ બુકિંગ ફરીથી શરૂ કરવા વિનંતી

Text To Speech
  • ભારત-માલદીવ વચ્ચે વિવાદને કારણે માલદીવની પર્યટન અર્થવ્યવસ્થાને ઝટકો
  • બંને દેશોના ટૂર ઓપરેટરો માત્ર બિઝનેસ પાર્ટનર નથી, પરંતુ ભાઈ-બહેન જેવા છે : ટ્રાવેલ બોડી

નવી દિલ્હી, 10 જાન્યુઆરી : ભારત અને માલદીવ વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે હવે માલદીવની પર્યટન અર્થવ્યવસ્થાને ઝટકો લાગ્યો છે. બંને દેશો વચ્ચેના તણાવને કારણે ઓનલાઈન ટ્રાવેલ કંપની EaseMyTripએ માલદીવની તમામ ફ્લાઈટ બુકિંગ કેન્સલ કરી દીધી હતી અને ફ્લાઈટ બુકિંગ પણ બંધ કરી દીધું હતું. હવે માલદીવની ટ્રાવેલ બોડીએ ​​9 જાન્યુઆરીએ EaseMyTripના CEO નિશાંત પિટ્ટીને પોતાનો નિર્ણય બદલવા વિનંતી કરી છે. માલદીવ એસોસિયેશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ એન્ડ ટૂર ઓપરેટર્સે ફ્લાઇટ બુકિંગ ફરીથી ખોલવા વિનંતી કરતા (MATATO) કહ્યું કે, બંને દેશોને જોડતી કડી રાજકારણથી ઉપર છે. માલદીવની ટ્રાવેલ બોડીનું કહેવું છે કે, બંને દેશોના ટૂર ઓપરેટરો માત્ર બિઝનેસ પાર્ટનર નથી પરંતુ ભાઈ-બહેન જેવા છે.

 

‘ભારત વિના માલદીવનું પર્યટન ક્ષેત્ર ખીલશે નહીં’

ટ્રાવેલ બોડીના પ્રમુખ અબ્દુલ્લા ગિયાસ કહે છે કે, માલદીવના પ્રવાસન ક્ષેત્રની સફળતામાં ભારતીય બજારનું આવશ્યક યોગદાન છે, એટલે કે ભારત વિના માલદીવનું પ્રવાસન ક્ષેત્ર વિકસી શકે તેમ નથી. માલદીવના ગેસ્ટ હાઉસ અને નાના-મધ્યમ કદની કંપનીઓ (SMEs)ને ભારતીય પ્રવાસીઓ તરફથી ખૂબ જ સહયોગ મળે છે. આવી સ્થિતિમાં, તેમણે નિશાંતને સકારાત્મક સંબંધોને ઉત્તેજન આપવા, કોઈપણ ગેરસમજ દૂર કરવા અને માલદીવની EaseMyTrip ફ્લાઈટ્સ ફરીથી ખોલવામાં મદદ અને સમર્થન મેળવવા વિનંતી કરી છે.

માલદીવ માટે પ્રવાસન ક્ષેત્ર કેટલું મહત્વનું છે?

માલદીવની ટ્રાવેલ બોડી અનુસાર, પર્યટન ક્ષેત્ર તેમના દેશ માટે જીવનરેખા સમાન છે. તે માલદીવના GDPમાં બે તૃતીયાંશથી વધુનો હિસ્સો ધરાવે છે અને માલદીવના લગભગ 44 હજાર નાગરિકોને રોજગાર પ્રદાન કરે છે. ટ્રાવેલ બોડીના જણાવ્યા અનુસાર, આવી સ્થિતિમાં માલદીવના પર્યટનને ફટકો પડશે.

આ પણ જુઓ :લક્ષદ્વીપ ભારતનો ભાગ કેવી રીતે બન્યો, ત્યાં જવા માટે પરમિટ શા માટે જરૂરી છે?

Back to top button