પત્ની સાથે દિલ્હી પહોંચ્યા માલદીવના પ્રમુખ મોઈઝ્ઝુ, પીએમ મોદી સાથે કરશે ચર્ચા
નવી દિલ્હી – 6 ઓકટોબર : માલદીવના પ્રમુખ મોહમ્મદ મોઈઝ્ઝુ, અત્યારે નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ ભારતમાં 5 દિવસ રોકાશે. મોહમ્મદ મોઈઝ્ઝુ,ની સાથે માલદીવની ફર્સ્ટ લેડી અને તેમની પત્ની સાજીદા મોહમ્મદ પણ છે તેમનું વિમાન થોડા સમય પહેલા દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યું હતું. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મુઈઝુ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરશે.
#WATCH | Maldives President Mohamed Muizzu and First Lady of Maldives, Sajidha Mohamed arrive at Delhi airport.
During this visit, President Muizzu will hold meetings with President Murmu, Prime Minister Narendra Modi and other senior officials. pic.twitter.com/ei5CtjrD5s
— ANI (@ANI) October 6, 2024
આ એ જ મોઈઝ્ઝુ છે, જેમણે માલદીવમાં સત્તા પર આવતાની સાથે જ ભારત વિરુદ્ધ બળવાનો અલાર્મ વગાડ્યું હતું. પરંતુ હવે તેમનું વલણ ઠંડુ પડી ગયું છે. ચીન પ્રેમી મોહમ્મદ મુઈઝુ હવે પીએમ મોદીને મળવા પોતાની પ્રથમ રાજકીય યાત્રા પર નવી દિલ્હી આવી રહ્યા છે. મોઈઝ્ઝુ 6 થી 10 ઓક્ટોબર દરમિયાન દિલ્હી યાત્રા કરશે. આ પહેલા તેઓ જૂનમાં પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા નવી દિલ્હી આવ્યા હતા.
મોઈઝ્ઝુનો પૂરો કાર્યક્રમ
માલદીવના પ્રમુખ મોઈઝ્ઝુ 6 થી 10 ઓક્ટોબર દરમિયાન ભારતની મુલાકાતે છે. તેઓની આ પ્રથમ રાજકીય દ્વિપક્ષીય મુલાકાત હશે. તેઓ અગાઉ જૂન 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ભારત આવ્યા હતા. આ વખતે ભારતની મુલાકાત દરમિયાન તેઓ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભારત અને માલદીવના પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે.
આ પછી તે મુંબઈ અને બેંગલુરુ પણ જશે, જ્યાં તે બિઝનેસ પ્રોગ્રામમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે માલદીવ હિંદ મહાસાગર ક્ષેત્ર (IOR)માં ભારતનો મુખ્ય દરિયાઈ પડોશી છે અને વડાપ્રધાનના ‘SAGAR’ (આ ક્ષેત્રમાં તમામ માટે સુરક્ષા અને વિકાસ) અને ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ પોલિસી’ના વિઝનમાં તેનું વિશેષ સ્થાન છે. . વિદેશ મંત્રી એસ જયશંકરની માલદીવની તાજેતરની મુલાકાત બાદ, રાષ્ટ્રપતિ ડૉ. મુઇઝુની ભારતની મુલાકાત એ માલદીવ સાથેના તેના સંબંધોને ભારત જે મહત્ત્વ આપે છે તેનો પુરાવો છે અને તેનાથી લોકો વચ્ચેના સહકારને વધુ વેગ મળશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો : UP: પેટ દર્દથી પરેશાન મહિલા પહોંચી હોસ્પિટલ, ઓપરેશન કરનારા ડૉક્ટરો પણ ચોંકી ગયા