અમદાવાદ: હોસ્પિટલમાં મેલેરિયાના કેસ વધ્યા, વાઈરલ ઈન્ફેક્શનના કેસનો આંકડો જાણી રહેશો દંગ
- હોસ્પિટલોમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ નોંધાવા લાગ્યા છે
- એક અઠવાડિયામાં જ શરદી, તાવના નવા 1208 દર્દી નોંધાયા
- AMCની 1,729 અને શૈક્ષણિક સંસ્થાઓની 966 પ્રિમાઈસીસનું ચેકિંગ કરાયું
અમદાવાદમાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં મેલેરિયાના કેસ વધ્યા છે. જેમાં વાઈરલ ઈન્ફેક્શનના કેસનો આંકડો વધ્યો છે. તેમાં 15 દિવસમાં સોલા સિવિલ હોસ્પિટલમાં વાઈરલ ઈન્ફેક્શનના નવા 2,326 કેસ સામે આવ્યા છે. જેમાં એક અઠવાડિયામાં જ શરદી, તાવના નવા 1208 દર્દી નોંધાયા છે. અત્યારે રોજના સરેરાશ 1500 આસપાસ દર્દી નોંધાઈ રહ્યા છે.
આ પણ વાંચો: મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં પધરામણી કરી, જાણો 19 ડેમમાં નવા નીરની આવક
હોસ્પિટલોમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ નોંધાવા લાગ્યા છે
વરસાદની શરૂઆત થતાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ નોંધાવા લાગ્યા છે, જાન્યુઆરીથી એપ્રિલ મહિનામાં ગુજરાતમાં મેલેરિયાના રોજના ત્રણ કેસ નોંધાયા હતા, અલબત્ત, હવે માત્ર સોલા સિવિલ હોસ્પિટલમાં જ સપ્તાહમાં મેલેરિયાના 5 કેસ અને ડેન્ગ્યુનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે, બીજી તરફ આ સપ્તાહમાં વાઈરલ ઈન્ફેક્શનના કેસ વધીને 1,208 થયા છે, જે અગાઉના સપ્તાહમાં 1,118 કેસ હતા. આમ 15 દિવસમાં 2,326 કેસ આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત: આધારકાર્ડમાં મોબાઇલ નંબર બદલી GST કૌભાંડ કરનારા પર તવાઇ
AMCની 1,729 અને શૈક્ષણિક સંસ્થાઓની 966 પ્રિમાઈસીસનું ચેકિંગ કરાયું
અમદાવાદમાં ચોમાસું શરૂ થવા સાથે પાણીજન્ય રોગચાળો અને મચ્છરજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. તા. 26 જૂન સુધીમાં શહેરમાં ઝાડા-ઉલટીના 607, કમળાના 107 અને ટાઈફોઈડના 238 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાના 42, ડેન્ગ્યૂના 11, ચિકનગુનિયાના 2 અને ફાલ્સીપારમનો 1 કેસ નોંધાયો છે. AMCના હેલ્થ વિભાગ દ્વારા QR કોડનો ઉપયોગ કરીને મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા અને મચ્છરજન્ય રોગચાળો ન વકરે તે માટે AMCની 1,729 અને શૈક્ષણિક સંસ્થાઓની 966 પ્રિમાઈસીસનું ચેકિંગ કરાયું છે.