અરબાઝ સાથે ડિવોર્સની વાત પર ઇમોશનલ થઇ મલાઇકાઃ ફરાહે શું કહ્યુ કે હસી પડી?


બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરાએ ઓટીટી પર ડેબ્યુ કરી લીધુ છે. તેનો રિયાલીટી શો મુવિંગ ઇન વિથ મલાઇકા ફેન્સને એન્ટરટેઇન કરવા તૈયાર છે. મલાઇકા અરોરાએ તેના ટીઝરને પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર રીલીઝ કર્યુ છે. તેમાં તે અરબાઝ ખાન સાથે ડિવોર્સથી લઇને પોતાની લાઇફ વિશેની ઘણી બધી વાતો અને નિર્ણયો પર ફરાહ ખાન સાથે ખુલીને વાત કરતી જોઇ શકાય છે.
ટીઝરમાં મલાઇકા પોતાની બેસ્ટ ફ્રેન્ડ કરીના કપૂર સાથે ફરાહ ખાન સાથે મળીને પણ વાતો કરતી દેખાય છે. આ દરમિયાન થોડી ક્ષણો માટે તે ઇમોશનલ થઇ જાય છે. મલાઇકા પોતાના એક્સ હસબન્ડ અરબાઝખાન વિશે વાત કરતી વખતે ઇમોશનલ થઇ ગઇ હતી. વીડિયોમાં તે ફરાહને પોતાના ભુતકાળની વાત કરતા કહે છે કે મેં મારી જિંદગીમાં જે પણ નિર્ણયો લીધા તે યોગ્ય હતા. ત્યારબાદ અભિનેત્રી તેના આંસુ લુછતી દેખાય છે. જેની પર ફરાહ ખાન કહે છે તું તો રડતી વખતે પણ સુંદર દેખાય છે. ફરાહની આ કોમેન્ટ પછી બંને હસી પડે છે.
લોકો ક્યારે આગળ વધશે?: મલાઇકા
મલાઇકા વીડિયોમાં કહી રહી છે, મેં જે નિર્ણયો લીધા તેનાથી હું ખુશ છું. હું આગળ વધી ચુકી છું. મારા એક્સ હસબન્ડ પણ આગળ વધી ચુક્યા છે. લોકો ક્યારે આ વાતથી આગળ વધશે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે શોકિંગ હતા ન્યુઝ
મલાઇકા અરોરા અને અરબાઝખાનના ડિવોર્સ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શોકિંગ સમાચારોમાંથી એક હતા. વર્ષ 1998માં સલમાન ખાનના ભાઇ અરબાઝ ખાન સાથે મલાઇકાના લગ્ન થયા હતા. તેના 18 વર્ષ બાદ એટલે કે 2017માં બંનેએ ડિવોર્સનો નિર્ણય લીધો. થોડા સમય બાદ બંનેએ પોતાના અન્ય સાથેના સંબંધોને કબુલ્યા હતા. મલાઇકા હાલમાં એક્ટર અર્જુન કપુર સાથે સંબંધમાં છે, તો અરબાઝ ખાન પણ મોડલ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે ડેટિંગના કારણે ચર્ચામાં છે.