મલાઈકાએ અર્જુન કપૂરની બર્થડે પાર્ટીમાં કર્યો જોરદાર ડાન્સ,સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
ગઈકાલે રાત્રે અર્જુનની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા અને તેના મિત્રોએ અર્જુનનો મિડ-નાઈટ બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. બર્થડે પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં મલાઈકા અરોરા જોરદાર ડાન્સ કરતી જોઈ શકાય છે. આ વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.આજે 26 જૂન, 2023ના રોજ અર્જુન કપૂરનો 36મો જન્મદિવસ છે.અર્જુન કપૂરે ગઈકાલે રાત્રે પોતાનો જન્મદિવસ ઉજવ્યો.તેની બર્થડે પાર્ટીમાં મિત્રોથી લઈને બહેન અંશુલા કપૂર અને તેનો બોયફ્રેન્ડ પણ હાજર હતો.પાર્ટીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મલાઈકા ડાન્સ કરતી જોવા મળી રહી છે.
View this post on Instagram
વીડિયોમાં જોઈ શકાય છે કે મલાઈકા શાહ રૂખ ખાનની ફિલ્મ ‘દિલ સે’ના ગીત ‘ છૈયા છૈયા ‘ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે . 49 વર્ષની મલાઈકાએ જે પ્રકારે પાર્ટીમાં આગ લગાવી દીધી, તેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. દરેક તેના વખાણ કરી રહ્યા છે.મલાઈકા અરોરાએ માત્ર તેના ડાન્સ મૂવ્સથી જ નહીં પરંતુ તેના સુંદર અવતારથી પણ બધાને દિવાના બનાવી દીધા હતા.તેણે સફેદ રંગનો સાઈડ કટ લાંબો ડ્રેસ પહેર્યો હતો જેના પર હાર્ટ શેપ હતો.મલાઈકા અરોરા અને અર્જુન કપૂર છેલ્લા 5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.
આ પણ વાંચો : કિયારા અડવાણી ની પ્રેગ્નન્સી ના સમાચારે ખેંચ્યું લોકોનું ધ્યાન, કાર્તિક આર્યને શેર કરી તસવીર