ટ્રેન્ડિંગમનોરંજન

મલાઈકા અરોરાનો સિમ્પલ પણ આકર્ષક લુક તમે જોયો કે નહીં

Text To Speech

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાના લુકના કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં તેના સિમ્પલ સાડીના લુકના કારણે તે ફરી ચર્ચા આવી છે. 48 વર્ષીય મલાઈકા તેના આઉટફીટમાં 21 વર્ષની હોય તેવી જોરદાર લાગે છે. તેને જોઈને તેના ફેન્સ ઘાયલ થયા છે અને સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

હાલમાં મુંબઈમાં એક કાર્યક્રમમાં મલાઈકા અરોરા સાડી હેવી બિડ્સ વર્ક સ્ટ્રૈપી બ્લાઉઝ પેર કરી હતી. જેની સાથે તેને રાઉન્ડ બિગ રાઈઝ ઈયર રિંગ અને હેન્ડ ક્લચ સાથે પોતાના લૂકને કમ્પ્લીટ કર્યો હતો. મેકઅપની વાત કરીએ તો, તેણે તેની આંખો પર ભારે અને ન્યૂડ લિપ્સ સાથે પોતાનો મેકઅપ પૂર્ણ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

મલાઈકાનો આ લુક જોયા બાદ યુઝર્સ તેના પર ઓવારી ગયા હતા. તેના અંતરંગી કપડાને જોઈને સતત તેને ટ્રોલ કરનારા પણ તેના આ લુકના વખાણ કરતા થાકતા નહોતા. કેટલાક એવા લોકો પણ હતા જેમને એક્ટ્રેસનો મેકઅપ વધુ લાગી રહ્યો હતો. લોકો કહેતા હતા ચહેરાનો રંગ બોડી સાથે મેચ નથી કરી રહ્યો. તો કેટલાકનું કહેવું છે કે મલાઈકાનો આ દેશી લુક તેના ઉપર ખૂબજ સારો લાગે છે. તે ખૂબજ સુંદર અને પ્યારી લાગી રહી છે.

આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રીએ પોતાની સ્ટાઇલિશ ફોટો સાથે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હોય. આ પહેલા પણ તે ઘણી વખત પોતાની તસવીરો અને વીડિયો દ્વારા લોકોને આકર્ષી ચુકી છે.

 

Back to top button