ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

મલાઈકા અરોરાના પિતાએ કર્યો આપઘાત, અભિનેત્રી પૂણેથી મુંબઈ આવવા રવાના

Text To Speech

મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2024: અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ છત પરથી કૂદીને આપઘાત કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે બુધવારે સવારે તેમણે મુંબઈમાં તેમના નિવાસસ્થાને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

મળતા અહેવાલ મુજબ, આ ઘટના બની ત્યારે મલાઈકા મુંબઈ નહોતી અને તેને જાણ થયા બાદ મુંબઈ જવા રવાના થઈ ગઈ છે.

મળતા અહેવાલ મુજબ, આજે બુધવારે સવારે લગભગ નવ (9) વાગ્યે અનિલ અરોરાએ તેમના ફ્લેટની ગેલરીમાંથી નીચે કૂદીને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા બાન્દ્રા પોલીસની ટીમ તેમના નિવાસસ્થાને પહોંચી છે. પોલીસને હાલ તત્કાળ કોઈ સુસાઈડ નોટ મળી નથી પરંતુ મળતી માહિતી મુજબ મલાઈકાના પિતા ઘણા લાંબા સમયથી બીમાર હતા.

ઘટના બની તે સમયે મલાઈકા પૂણે હતી અને ત્યાંથી તે તરત મુંબઈ આવવા રવાના થઈ હતી. અભિનેત્રીના પિતાના મૃતદેહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ઘટનાના સમાચાર મળ્યા બાદ મલાઈકાનો ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાન અનિલ અરોરાના નિવાસસ્થાને પહોંચ્યો હોવાનું વિવિધ મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ મદરેસા શિક્ષણ સામે બાળ અધિકાર પંચે દાખલ કરી એફિડેવિટઃ જાણો શું કહ્યું?

Back to top button