મલાઇકા-અર્જુનનું નથી થયું બ્રેકઅપઃ લેડી લવના જન્મદિવસે વરસાવ્યો પ્રેમ!


- મલાઇકા અરોરાના જન્મદિવસ પર બોયફેન્ડ અર્જૂન કપૂરે રોમેન્ટિક તસવીર શૅર કરીને કહ્યું, હંમેશા તારી સાથે રહીશ. આ સાથે જ તેમના બ્રેકઅપની અટકળો અટકી ગઇ.
અભિનેત્રી મલાઈકા અરોરાના જન્મદિવસ પર તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરે એક તસવીર શૅર કરીને બંને વચ્ચેના બ્રેકઅપના સમાચાર પર પૂર્ણવિરામ મૂક્યું છે. આ અભિનેતાએ તેની લેડી લવને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. છેલ્લા ઘણા દિવસોથી બોલિવૂડ વર્તુળોમાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપના સમાચાર સાંભળવા મળી રહ્યા છે, પરંતુ હવે અર્જૂન કપૂરે મલાઈકાને જન્મદિવસની રોમેન્ટિક શુભેચ્છાઓ પાઠવીને આ અહેવાલો પર પૂર્ણવિરામ મૂક્યું છે.
અર્જુન કપૂરે મલાઈકા સાથેનો આ ખૂબ જ ક્યૂટ ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં બંનેની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતા તેણે લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે બેબી..હું હંમેશા તને સપોર્ટ કરીશ..’
View this post on Instagram
અર્જુન પહેલા મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક સોલો તસવીરો શેર કરી હતી. જેને જોઈને દરેક વ્યક્તિ અનુમાન લગાવી રહી હતી કે તેણે અર્જુન કપૂર સાથે બ્રેકઅપ કરી લીધું છે, પરંતુ હવે અર્જુને ફરી એકવાર તેના અપાર પ્રેમનો પુરાવો આપ્યો છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં બંનેના ચાહકો લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
કરીના અને અમૃતાએ પણ પાઠવી શુભેચ્છાઓ
કરીના કપૂરે પણ મલાઈકાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. કરીનાએ પોતાની બેસ્ટી સાથે તસવીર શેર કરી અને લખ્યું- ‘આ તસવીર અમારા પ્રેમ અને મિત્રતાના બંધનને દર્શાવે છે..’
કરીના ઉપરાંત મલાઈકાની બહેન અને અભિનેત્રી અમૃતા અરોરાએ પણ તેની સાથે બાળપણની તસવીર શેર કરી હતી. જેની સાથે અભિનેત્રીએ લખ્યું- ‘જન્મદિવસની શુભકામનાઓ… જૈસી હો વૈસી રહેના’