ગોધરાઃ નિવેદનબાજી કરવાનું કોંગ્રેસના સાંસદને મોંઘુ પડ્યું, લોકોએ ઘેરતા સભાસ્થળ છોડી ભાગવું પડ્યું
ગોધરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત નિવેદનબાજી કરવી કોંગ્રેસના સાંસદને મોંઘુ પડ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે ગોધરનાના અશરફી મસ્જિદ ગ્રાઉન્ડમાં કોંગ્રેસની સભામાં આયોજિત કરાઈ હતી. ત્યારે વધુ પડતી ભીડ અને નિવેદનબાજીને કારણે કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢીને જનતાએ ઘેરી લીધા હતા. તેમની સાથે કોંગ્રેસના ઉમેદવારને પણ ઘેરાતા જોવાજેવી થઈ હતી. આના પરિણામે સાંસદ ઈમરાન પ્રતાપગઢી સહિત કોંગ્રેસના દિગ્ગજોએ સભા સ્થળ છોડી ભાગવું પડ્યું હતું.
નેતાઓએ સભા સ્થળ છોડી ભાગવું પડ્યું
ગોધરાના અશરફી મસ્જિદ પાસે ગ્રાઉન્ડમાં આયોજિત કોંગ્રેસની સભામાં ભીડ બેકાબુ બની હતી. આ દરમિયાન સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ પોતાના સંબોધનમાં બિલકિસ બાનો મુદ્દે નિવેદન આપ્યું હતું. આની સાથે ભાજપ સરકાર પર પણ આકરા પ્રહાર કર્યા હતા. મળતી માહિતી મુજબ સાંસદે રાજકીય નિવેદનબાજી કરતા જ્યારે ઔવેસી પર નિશાન સાધ્યું ત્યારે સભામાં અંદરોઅંદર લોકો એકબીજા સાથે ઉગ્ર ચર્ચા કરવા લાગ્યા હતા. જોતજોતામાં મામલો બીચક્યો હતો.
સ્થિતિ બેકાબૂ બની હતી
ગોધરામાં ભાગદોડ થતા જોતજોતામાં સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. અંદરોદર પણ સભામાં હાજર લોકો એકબીજા સાથે વિવાદમાં ઉતરી ગયા હતા. આને કારણે નાસભાગ થતા સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ પણ સભાસ્થળ છોડીને ભાગવું પડ્યું હતું.