ઘીમાં રોસ્ટ કરેલા મખાના છે હેલ્થ અને સ્વાદનો ખજાનો, જાણો શું છે ફાયદા?
- દેશી ઘીમાં રોસ્ટ કરેલા મખાના ખાવાના અનેક ફાયદા છે. જે જાણીને તમે પણ શેકેલા મખાનાને તમારા આહારમાં સામેલ કરી લેશો
HD ન્યુઝ ડેસ્કઃ મખાનાને ફોક્સ નટ્સ કે લોટસ સીડ્સના નામે પણ ઓળખવામાં આવે છે. એન્ટીઑકિસડન્ટ, કેલ્શિયમ અને કાર્બોહાઇડ્રેટ ગુણોથી ભરપૂર મખાના એક ઠંડી તાસીરવાળું ડ્રાયફ્રુટ છે, જે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મખાનાને ઘીમાં તળવાથી તેનો સ્વાદ તો વધે જ છે, સાથે સાથે તે વધુ હેલ્ધી પણ બને છે. દેશી ઘીમાં રોસ્ટ કરેલા મખાનાને ખાવાના અનેક ફાયદા છે. જે જાણીને તમે પણ શેકેલા મખાનાને તમારા આહારમાં સામેલ કરી લેશો.
પોષકતત્વોથી ભરપૂર
ઘીમાં શેકેલા પોષક તત્ત્વોથી ભરપૂર મખાનામાં પ્રોટીન, ફાઈબર અને હેલ્ધી ફેટ્સ જેવા જરૂરી પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે, જે પૌષ્ટિક નાસ્તાનો વિકલ્પ પૂરો પાડે છે. તે સંપૂર્ણ આરોગ્ય માટે માટે એક હેલ્ધી ઓપ્શન છે.
પાચન માટે બેસ્ટ
શેકેલા મખાણા પાચનમાં મદદ કરે છે. તે આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે અને તેના શાંત અને લુબ્રિકેટિંગ ગુણધર્મોને કારણે પેટનું ફૂલવું અને કબજિયાત જેવી પાચન સમસ્યાઓ ઘટાડે છે.
વજન નિયંત્રણ
ક્રિસ્પી અને સ્વાદિષ્ટ હોવા છતાં શેકેલા મખાનામાં ઓછી કેલરી અને ફાઇબર ભરપૂર હોય છે, જેઓ ક્રેવિંગને દૂર રાખીને વજન ઘટાડવા માંગતા હોય તેમના માટે તે એક આદર્શ છે.
એનર્જી
મખાના કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર છે, જે શરીરને લાંબા સમય સુધી એનર્જી આપે છે, જ્યારે ઘીમાં રહેલા ટ્રાઈગ્લિસરાઇડ્સની હાજરી ઈન્સ્ટન્ટ ઊર્જા પૂરી પાડે છે, જેના કારણે આ સ્નેક ઈન્સ્ટન્ટ એનર્જી વધારવા માટે એકદમ યોગ્ય છે.
મજબુત હાડકાં માટે
મખાનામાં કેલ્શિયમનું પ્રમાણ સારું એવું હોય છે, વળી ઘીમાં રહેલું વિટામિન ડી કેલ્શિયમનું યોગ્ય શોષણ થવા દે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. શેકેલા મખાનાનું સેવન કરવાથી ઓસ્ટીયોપોરોસીસ જેવી સમસ્યામાંથી રાહત મળે છે. તે હાડકા અને દાંતને પણ મજબૂત બનાવે છે.
હાર્ટ હેલ્થ
ઘીમાં હેલ્ધી ફેટ્સ હોય છે જે કોલેસ્ટ્રોલનું સ્તર સુધારી શકે છે અને હ્રદયરોગનું જોખમ ઘટાડી શકે છે, જ્યારે મખાનામાં સોડિયમનું ઓછું પ્રમાણ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેનાથી હૃદયનું આરોગ્ય જળવાઈ રહે છે.
આ પણ વાંચોઃ 50 વર્ષ પછી પણ યુવાન દેખાવું હોય તો ફોલો કરો આ ટિપ્સ, બદલાશે લાઈફ