હેલ્થ માટે સૌથી ફાયદાકારક છે મખાના : બૉલીવુડ સિતારાઓનો પણ મનપસંદ નાસ્તો છે મખાના
મખાના એક દેશી સ્નેક્સ છે. મખાના સ્વાદ તો આપે છે, પરંતુ તેની સાથે તે સ્વાસ્થ્ય માટે પણ સૌથી ફાયદાકારક હોય છે. મખાના એક એવું દેશી સ્નેક્સ છે કે જેને ઉપવાસમાં પણ ખાવામાં આવે છે. આ ઉપરાંત મખાના ખાવાથી ઘણી બીમારીઓને પણ દૂર કરી શકાય છે અને મખાના આપણાં શરીરમાનાં કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં રાખે છે.
આ પણ વાંચો : જો તમને આ 7 બીમારાઓ છે તો ભૂલથી પણ ન ખાવું જોઈએ પનીર : થઈ શકે છે આડ અસર
આ મખાનાને સામાન્ય લોકો તો પસંદ કરે જ છે પરંતુ ઘણાં બૉલીવુડ સેલબ્રિટીઓનો પણ મખાનાએ મનપસંદ નાસ્તો છે મનેઈકા અરોડા અને શિલ્પા શેટ્ટી જેવી એક્સટ્રેસ તો મખાનાનું બોક્સ તેમની સાથે રાખતી હોય છે. ઘણીવાર બોલિવૂડ સેલેબ્રિટીએ કંઈ પણ ખાતા પહેલાં વિચારતાં હોય છે, પરંતુ તેઓ મખાને સાથે આવું નથી કરતાં. કારણ કે મખાના સ્વાદની સાથે સાથે તેમને પોષકતત્વો પણ આપે છે. તેથી જ બૉલીવુડમાં ઘણાં લોકો આ દેશી સ્નેકને પસંદ કરે છે.
કેમ બૉલીવુડ સેલબ્રિટીઓનો મનપસંદ નાસ્તો છે મખાના ?
અગણિત પોષક તત્વો
મખાનામાં અગણિત પોષક તત્વો જોવા મળે છે. ફ્લેવનૉઇડ્સ, પોટેશિયમ, પ્રોટીન, ફોસફોરસ, કાર્બોહાઇડ્રેટ, સ્થાન, મેગ્નેશિયમ, આયરન જેવાં પોષક તત્વોથી ભરપુર હોવાથી મખાના બધાનો મનપસંદ નાસ્તો છે.
શુગર લેવલ મેઈન્ટેઈન
ડાયાબિટીસ જેવી બીમારી જે આજકાલ નાના બાળકો અને યુવાઓ પણ ખૂબ જોવા મળે છે અને તેનાં માટે શુગર લેવલ મેઈન્ટેઈન ખુબ જ જરૂરી છે, જે માટે મખાના સરળતાથી શુગર લેવલ મેઈન્ટેઈન રાખવાનું કામ કરે છે. તેથી જ ઘણીવાર ડાયાબિટીસનાં દર્દીઓને મખાના ખાવાની સલાહ પણ આપવામાં આવે છે. કારણ કે મખાનામાં જરા પણ શુગર હોતી જ નથી.
વજન ઘટાવા માટે મદદગાર
વજન ઘટાડાનો પ્રયાસ પણ આજકાલ લગભગ બધા લોકો કરતા હોય છે. જેમાં ઘણાં બોલિવૂડ સ્ટાર્સ પણ સામેલ છે. મખાના એ વજન ઘટાવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી ઘણાં ફિલ્મ સ્ટાર્સ તેનો ઘણો ઉપયોગ કરે છે.કારણ કે, મખાનાએ તમારું પેટ ભરે છે, તે કેલરી વધવા દેતું નથી એટલે જ આનાથી કેલરી વધતી નથી અને શરીરને સંપૂર્ણ પોષણ મળે છે.
ઉંમરની કોઈ અસર દેખાતી નથી
આજકાલ દરેક વ્યક્તિ યુવાન દેખાવા માંગે છે અને કલાકારો માટે એ વધુ મહત્ત્વનું બની જાય છે કે તેમના ચહેરા પર ઉંમરની અસર બિલકુલ દેખાવી ન જોઈએ, જેથી તેઓ વધુમાં વધુ કામ કરી શકે. મખાના આ કાર્યને પણ સરળ બનાવે છે. તે એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તે તમારા શરીરને ફ્રી રેડિકલ્સથી દૂર રાખે છે, જેના કારણે શરીરમાં ઉંમરની અસર દેખાતી નથી. મખાના ખાવાથી ત્વચા પર કરચલીઓ અને ફાઈન લાઈન્સ પણ દેખાતી નથી.
હાડકા મજબૂત બનાવે છે
મખાનામાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાં માટે સુપર ફૂડ જેવું કામ કરે છે. મતલબ કે જ્યારે તમે મખાનાનું સેવન કરો છો ત્યારે તમારા હાડકાં મજબૂત બને છે. જે લોકોને પહેલાથી જ હાડકાં સંબંધિત સમસ્યા છે તેમના માટે તે ખૂબ જ ફાયદાકારક છે અથવા કોઈ સાંધાના દુખાવાથી પરેશાન હોય તો મખાનાથી તેમના શરીરમાં કેલ્શિયમનું સ્તર જાળવી શકાય છે.
હૃદયના રોગો દૂર રહે છે
મખાનામાં ફ્લેવોનોઈડ્સ હોય છે, જે હૃદયની બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. આજકાલ કોરોના પછી હ્રદયની બીમારીઓ વધુ થઈ રહી છે, તેથી તરત જ તમારે મખાનાનો ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ.
ઊંઘમાં ખલેલ નથી પહોંચતી
મખાના એક એવો ખાદ્ય પદાર્થ છે, જેનાથી તમારી ઊંઘમાં પણ ફાયદો થાય છે. તેનું સેવન કરવાથી ઊંઘ સારી આવે છે. આ માટે, રાત્રે સૂતા પહેલા, ગરમ દૂધમાં મખાના નાખીને પીવાની સલાહ ડોક્ટરો દ્ધારા પણ આપવામાં આવે છે.