લાઈફસ્ટાઈલ

ચોમાસામાં લાંબા સમય સુધી મેકઅપને ટકાવી રાખવા અપનાવો આ ટીપ્સ, નહી પડે ટચઅપની જરૂર

Text To Speech

ચોમાસા દરમિયાન વાતાવરણમાં ભેજ વધી થાય છે. બાફના કારણે શરીરમાં પરસેવો વધુ થાય છે. સાથે જ ચહેરા પરથી મેકઅપ પણ ધોવાઈ જાય છે, એવું નથી કે ચોમાસામાં મેકઅપ કરવો અશક્ય છે. કેટલીક ખાસ મેકઅપ ટિપ્સની મદદથી તમે મેકઅપને ટકાવી શકો છો. હા, અહીં અમે તમને જણાવીશું કે ચોમાસામાં તમે તમારો મેકઅપ કેવી રીતે ઠીક રાખી શકો? તો ચાલો જાણીએ.

મેકઅપ કરતા પહેલા બરફ લગાવો

ચોમાસામાં ત્વચા ચીકણી થઈ જાય છે. જેના કારણે ચહેરા પર મેકઅપ નથી રહેતો. આવી સ્થિતિમાં, મેકઅપને ટકાઉ બનાવવા માટે, તમારે પહેલા તમારી ત્વચાને તૈયાર કરવી પડશે. આ માટે મેકઅપ કરતા પહેલા તમારે 15 મિનિટ પહેલા આઇસ ક્યુબ્સથી ચહેરા પર મસાજ કરવું જોઈએ. આમ કરવાથી ત્વચામાં ઠંડક રહેશે અને મેકઅપ કર્યા પછી તે લાંબા સમય સુધી ટકી રહેશે.

પ્રાઈમરનો ઉપયોગ કરો

ચોમાસામાં તમારા મેકઅપને ટકાઉ બનાવવા માટે પ્રાઈમરનો ઉપયોગ કરો. પ્રાઈમર લગાવવાથી મેકઅપ લાંબા સમય સુધી ચહેરા પર રહે છે.

ચોમાસામાં પાઉડર ફાઉન્ડેશન લગાવો

ચોમાસામાં લિક્વિડ ફાઉન્ડેશન લગાવવાને બદલે પાવડર ફાઉન્ડેશન લગાવો. આના કારણે ત્વચામાં કોઈ ચીકાશ રહેશે નહીં. સૌપ્રથમ ચહેરાને હળવા ક્લીંઝરથી સાફ કરો. પછી મોઈશ્ચરાઈઝર લગાવો. તે પછી પ્રાઈમર લગાવો. આ પછી બ્રશની મદદથી ચહેરા અને ગરદન પર પાવડર ફાઉન્ડેશન લગાવો. તમને જણાવી દઈએ કે પાવડર ફાઉન્ડેશન પરસેવાને શોષી લે છે અને ચહેરાને શુષ્ક રાખે છે.

ચોમાસામાં આ રીતે લગાવો લિપસ્ટિક

ચોમાસા દરમિયાન તમારે આવી લિપસ્ટિક લગાવવી જોઈએ જે લાંબા સમય સુધી રહે છે.તમે લિક્વિડ મેટ લિપસ્ટિક લગાવી શકો છો. આ લિપસ્ટિક હોઠને સુંદર તો બનાવે જ છે સાથે જ લાંબા સમય સુધી હોઠ પર પણ રહે છે.

Back to top button