આ નાની નાની આદતો રૂટિન બનાવોઃ ડાયાબિટીસનું રિસ્ક ઘટશે
દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ડાયાબિટીસની બીમારી શરીરમાં પર્યાપ્ત માત્રામાં ઇંસ્યુલિન ન બની શકવાના કારણે થતી હોય છે અથવા તો જેટલું ઇન્સ્યુલિન બને છે, તેનો શરીર યોગ્ય રીતે ઉપયોગ કરી શકતુ નથી. ઇંસ્યુલિન એક પ્રકારનું હોર્મોન છે, જે ભોજનમાંથી મળનારી સુગરને શરીરની કોશિકાઓ સુધી પહોંચાડે છે. પર્યાપ્ત માત્રામાં ઇન્સ્યુલિન ન બની શકવાના કારણે સુગર બ્લડમાં જ રહી જાય છે, જેના કારણે ડાયાબિટીસનું રિસ્ક વધી જાય છે. ખરાબ લાઇફસ્ટાઇલ, ડાયેટ, ફિઝિકલ એક્ટિવિટીઝમાં કમીના લીધે લોકો ટાઇપ 2 ડાયાબિટીસનો શિકાર બને છે. કેટલીક નાની નાની આદતોને તમારુ રુટિન બનાવી લેશો તો ડાયાબિટીસનો ખતરો ઘટી જશે.
ખાંડ અને રિફાઇન્ડ સુગરનું સેવન ઘટાડો
ખાંડ અને કાર્બોહાઇડ્રેટથી ભરપૂર વસ્તુઓ બ્લડમાં સુગરની માત્રા વધઆરે છે. તેથી તમે ખાંડ અને તેમાંથી બનેલી વસ્તુઓથી દુર જ રહો. જ્યારે તમે ગળી વસ્તુઓ ખાવ છો ત્યારે તમારા લોહીમાં સુગર લેવલ સતત વધે છે. આ સ્થિતિ આગળ જતા તમને ડાયાબિટીસ તરફ દોરી જાય છે. તમારા ડાયેટમાં વ્હાઇટ બ્રેડ, બટાકા, મેંદો જેવી કાર્બ્સથી બનેલી વસ્તુઓને સીમિત કરો.
ફાઇબર રિચ ફુડ વધુ લો
હાઇ ફાઇબર ફુડ તમારા પેટના સ્વાસ્થ્ય માટે ખુબ સારુ માનવામાં આવે છે. તે વજનની સાથે સાથે ડાયાબિટીસનું રિસ્ક પણ ઘટાડે છે. ફાઇબરના બે પ્રકાર હોય છે. તેમાં એક સોલ્યુબલ અને એક ઇનસોલ્યુબલ. તે બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરે છે. કેળા, સફરજન, જવ, વટાણા, કાળા બિન્સ, સ્પ્રાઉટ્સ અને એવોકાડે જેવા ખાદ્યપદાર્થોમાં સોલ્યુબલ ફાઇબર મળી આવે છે.
ફિઝિકલી એક્ટિવ રહો
નિયમિત વ્યાયામ કરો, કોઇને કોઇ રીતે ફિઝિકલી એક્ટિવ રહો. બિમારીને દુર રાખવાની આ સૌથી સારી રીત છે. જિમ જવાની કે કસરત કરવાની જરૂર નથી, પરંતુ આઠ કલાકની ઉંઘ લો અને બાકીના સમયમાં એક્ટિવ રહો. સોફા પર કે ઓફિસની ખુરશીમાં બેસી ન રહો. ટ્રેડમિલ પર પણ ચાલી શકો છો.
સોફ્ટ ડ્રિંક્સના બદલે પાણી પીવો
કોઇ પણ ડ્રિંક પાણીનો વિકલ્પ નથી. કોઇ પણ ડ્રિંકમાંથી તમને કોઇ ફાયદો મળવાનો નથી. ડેઇલી લાઇફમાં પાણી પીવાની માત્રા વધારો. પાણીનો ઇનટેક વધારશો તો તમારુ પેટ લાંબા સમય સુધી ભરેલુ રહેશે.
એકવાર પ્લેટમાં લો એટલું જ ખાવ
તમે તમારી પ્લેટ એક વાર સીમિત માત્રામાં ભરી લો. આખી થાળી ફુલ ન હોવી જોઇએ. તમારી જરૂરિયાત કેભુખ કરતા 25 ટકા થાળી ખાલી હોવી જોઇએ. એકવાર પ્લેટમાં ભોજન લીધા બાજ બીજી વખત ન લો. પ્લેટમાં ઓછુ જમવાનુ પીરસવાની આદત પાડો.
આ પણ વાંચોઃ આ બોલિવૂડ ગીતો વિના હોળીની મજા અધૂરી છે, તરત જ તમારી પ્લેલિસ્ટમાં ઉમેરો