શ્રાવણ મહીનો શરૂ થઈ ગયો છે. ભોળાનાથના ભક્ત તેને મનાવવા માટે આ આખો મહિના ભક્તિમાં રહે છે. ભગવાન શંકરની પૂજાના દરમિયાન શિવલિંગની પૂજાના દરમિયાન શિવલિંગ પર પંચામૃત ચઢાવાય છે. આટલુ જ નહી આ પંચામૃતને પ્રસાદના રૂપમાં લોકોને વહેચાય પણ છે. પંચામૃતનો મહતવ માત્ર ધાર્મિક દ્રષ્ટિથી જ નહી પણ તેના સેવન કરવાથી વ્યક્તિના આરોગ્યથી સંકળાયેલા ઘણા લાભ મળે છે. તેથી વગર મોડુ કરી જાણીએ છે કે કેવી રીતે બને છે પંચામૃત.
પંચામૃતનું મહત્વ : પંચામૃતમાં પાંચ વસ્તુઓને શામેલ કરાય છે. જેનો આરોગ્ય અને ધાર્મિક દ્રષ્ટિથી તેમનું એક ખાસ મહત્વ છે. ધાર્મિક દ્રષ્ટિથી જોઈએ તો દૂધ શુદ્ધ અને પવિત્રતાનો પ્રતિનિધિત્વ કરે છે. તેમજ ઘી શક્તિ અને જીત માટે છે. મધ મધમાખી આપે છે તેથી આ સમર્પણ અને એકાગ્રતાના પ્રતીક છે. સાકર મિઠાસ અને આનંદ તો દહીં સમૃદ્ધિનો પ્રતીક ગણાય છે. વાત જો આરોગ્યની કરીએ તો તેનો સેવન કરવાથી વ્યક્તિને ઘણા લાભ મળે છે. આવો જાણીએ શું છે પંચામૃત બનાવવાની રીત અને તેનો સેવન કરવાથી આરોગ્યને મળતા ફાયદા વિશે.
પંચામૃત બનાવવા માટે સામગ્રી : ગાયનું તાજુ દૂધ 1 ગ્લાસ, ગાયના દૂધમાંથી બનાવેલ દહીં 1 ગ્લાસ, ગાયનું ઘી 1 ચમચી, મધ 3 ચમચી, શાકર કે ખાંડ સ્વાદ પ્રમાણે, સમારેલા તુલસીના પાન, સમારેલા મખાણા અને ડ્રાઈ ફ્રૂટસ.
પંચામૃત બનાવવાની વિધિ : પંચામૃત બનાવવા માટે સૌથી પહેલા દહીં, દૂધ, મધ, ઘી અને ખાંડને એક વાસણમાં નાખી સારી રીતે મિક્સ કરી લો. તમે ઈચ્છો તો તેને મિક્સરમાં પણ એક વાર ઘુમાવી શકો છો. તે પછી તેમાં તુલસીના 8-10 પાન નાખ્યા પછી સમારેલા મખાણા અને ડ્રાઈ ફ્રૂટસ મિક્સ કરો. ભોળાનાથને ભોગ લગાવવા માટે તમારુ પંચામૃત બનીને તૈયાર છે.
પંચામૃતના ફાયદા : 1. આ પિત્તદોષને બેલેંસ કરે છે. આયુર્વેદ મુજબ તેનો સેવન કરવાથી પિત્ત દોષને સંતુલિત રાખવામાં મદદ મળે છે., 2. પંચામૃત ઈમ્યુન સિસ્ટમમાં સુધાર કરે છે, 3. યાદશક્તિને વધારે છે અને રચનાત્મક ક્ષમતાઓને વધારે છે., 4. આ સ્કીન માટે પણ ફાયદાકારી છે., 5. વાળને સ્વસ્થ રાખે છે., 6. આયુર્વેદની માનીએ તો જ પ્રેગ્નેંસીના દરમિયાન તેનો સેવન કરાય તો આ માતા અને બાળક બન્ને સ્વસ્થ રહે છે.