કર્મચારીઓ સાચા અર્થમાં કર્મયોગી બની લોકોની સમસ્યાનો સરળતાથી ઉકેલ લાવે : જીનપ્રેમ સૂરીશ્વરજી મહારાજ સાહેબ
પાલનપુર: ડીસા નગરપાલિકામાં નગરપાલિકાના કર્મચારીઓ અને સદસ્યો માટે પ્રથમ વખત કર્મયોગી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનો હેતુ કર્મચારીઓ પોતાને કર્મચારી નહીં પરંતુ કર્મયોગી સમજે અને લોકોના કામ સરળતાથી થાય તેવો હતો.જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :PM મોદીએ હિમાચલ પ્રદેશમાં જનસભા સંબોધી વિપક્ષ પર નિશાન સાધ્યું, વંદે ભારત ટ્રેનને આપ્યું ગ્રીન સિગ્નલ
ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઇ માળી દ્વારા પાલિકાના કર્મચારીઓ અને સદસ્યો માટે પ્રથમ વખત જ એક દિવસીય કર્મયોગી શિબિરનું આયોજન કરાયું હતું. પાલિકામાં પ્રથમ વખત યોજાયેલી આ શિબિરમાં જૈન ભગવંતાચાર્ય જીનપ્રેમ સૂરીશ્વરજી મહારાજ સાહેબ એ કર્મચારીઓને સાચા અર્થમાં કર્મયોગી બની લોકોની સમસ્યાનો સરળતાથી ઉકેલ લાવે અને લોકોના પ્રશ્નોનું ઝડપી સુખાકારી રીતે નિરાકરણ થાય તેવું પ્રેરણાદાયક પ્રવચન આપ્યું હતું.શિબિરમાં કર્મચારીઓ તનાવ મુક્ત રહીને પોતાનું કામકાજ કરી શકે અને લોકોના રજૂઆતો પ્રશ્નોનો સરળ અને સુખાકારી રીતે ઉકેલ લાવે તેઓ ભાવ કર્મચારીઓએ દર્શાવ્યો હતો. શિબિરમાં કર્મચારીઓ ઉપરાંત પાલિકાના સદસ્યો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.