ટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

‘મારા માટે બાળકો પેદા કર…’ ઈલોન મસ્ક ઉપર મહિલા કર્મચારીએ કર્યા ગંભીર આક્ષેપ

Text To Speech
  • અબજોપતિ ઈલોન મસ્ક ફરી એકવાર પોતાના રંગીન સ્વભાવના કારણે ચર્ચા

અમેરિકા, 12 જૂન: અબજોપતિ ઈલોન મસ્ક ફરી એકવાર પોતાના રંગીન સ્વભાવના કારણે ચર્ચામાં છે. તાજેતરના કેસમાં મસ્ક પર SpaceXના કર્મચારી અને ઇન્ટર્ન સાથે કથિત રીતે જાતીય સંબંધો હોવાનો આરોપ છે. આ સાથે ઈલોન મસ્કે મહિલા કર્મચારી પર બાળકો પેદા કરવા માટે પણ દબાણ કર્યું હતું. SpaceX ઈલોન મસ્કની કંપની છે. આ કંપની સ્પેસ એક્સપ્લોરેશન ટેક્નોલોજી કોર્પોરેશન તરીકે કામ કરે છે. ઈલોન મસ્ક ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાના સીઇઓ પણ છે.

મસ્ક પર શું લાગ્યો આરોપો?

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, ઈલોન મસ્ક દ્વારા કથિત રીતે પ્રતિબંધિત નશીલી દવાઓનું સેવન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મસ્કે બોર્ડના કેટલાક સભ્યો સાથે મળીને એલએસડી, કોકેન, એક્સ્ટસી, કેટામાઇન જેવી ખતરનાક દવાઓનું અનેક વખત સેવન કર્યું હતું.

મહિલાઓ પર મસ્કની ખરાબ નજર

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈલોન મસ્ક મહિલાઓ પર ખરાબ નજર રાખતો હતો અને તેનો પીછો કરતો હતો. આ વાત ત્યારે સામે આવી જ્યારે SpaceXની ફ્લાઈટ એટેન્ડન્ટે આરોપ લગાવ્યો કે 2016માં ઈલોન મસ્કે તેને જાતીય સંબંધોના બદલામાં ઘોડો ખરીદવાની ઓફર કરી હતી. અન્ય એક મહિલા (જેણે 2013 માં SpaceXમાંથી રાજીનામું આપ્યું હતું) આરોપ મૂક્યો હતો કે ઈલોન મસ્કએ તેણીને તેના બાળકો પેદા કરવાનું કહ્યું હતું.

વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યો હતો કે કંપનીની એક મહિલાએ 2014માં એક મહિના સુધી ઈલોન મસ્ક સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ તે મહિલા હતી જે મસ્કને સીધો રિપોર્ટ કરતી હતી. મહિલાને પાછળથી કંપની છોડવાની ફરજ પડી હતી. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે SpaceXમાં કામ કરતી એક મહિલાને ટેક્સ્ટ એક્સચેન્જો અનુસાર મસ્ક તરફથી રાત્રે તેના ઘરે આવવા માટે વારંવાર આમંત્રણો મળ્યા હતા.

આ પણ વાંચો: તો હું અમેરિકા જાત જ નહીંઃ Adobeના CEO શાંતનુ નારાયણે કેમ આવું કહ્યું?

Back to top button