ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

શિયાળામાં મેનુમાં એડ કરો જામફળની ટેસ્ટી ચટણી અને લીલી હળદરનું અથાણું 

  • શિયાળાની સીઝન શરૂ થતા જ દરેક ઘરના મેનુમાં થોડા પરિવર્તનો આવવા લાગે છે. તમારા ઘરના મેનુને અલગ બનાવવા તમે તેમાં જામફળની ચટણી એડ કરી શકો છો

HD ન્યુઝ ડેસ્કઃ શિયાળાની સીઝન શરૂ થઈ ગઈ છે અને આ સીઝનમાં જામફળ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ઘણીવાર લોકો જામફળને કાપીને મીઠું નાખીને ખાય છે, પરંતુ શું તમે જાણો છો કે જામફળમાંથી ચટણી પણ બનાવવામાં આવે છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને સ્વાદિષ્ટ જામફળની ચટણી બનાવવાની રેસિપી જણાવીશું તેને એક વખત જરૂર ટ્રાય કરજો. ઘરના લોકો આંગળા ચાટી જશે તેની ગેરંટી

લીલા જામફળની ચટણી

શિયાળામાં બનાવો લીલી હળદરનું અથાણું અને જામફળની ટેસ્ટી ચટણી hum dekhenge news

બનાવવા માટેની સામગ્રી

જામફળ – 300 ગ્રામ
લીલા મરચા – 3-4
કોથમીર
આદુ – નાનો ટુકડો
લીંબુ -1
ધાણા પાવડર- અડધી ચમચી
જીરું પાવડર – અડધી ચમચી
કાળા મરી પાવડર – અડધી ચમચી
હિંગ – એક ચપટી
સંચર – અડધી ચમચી
જરૂર મુજબ પાણી

બનાવવાની રીત

  • જામફળની ચટણી બનાવવા માટે પહેલા જામફળને ધોઈ લો.
  • કોથમીર અને લીલા મરચાને પણ સારી રીતે ધોઈ લો.
  • ધ્યાન રાખો કે ચટણીમાં લીલા જામફળનો જ ઉપયોગ કરો.
  • ચટણી માટે જામફળને ઉપર અને નીચેથી થોડો કાપી લો. પછી તેના નાના ટુકડા કરી લો.
  • આ પછી જામફળના બધા દાણા કાઢીને અલગ કરી લો.
  • જો તમે ઈચ્છો તો જામફળને ગેસ પર શેકીને પણ વાપરી શકો છો.
  • હવે જામફળ, કોથમીર અને લીલા મરચાને ઝીણા સમારી લો અને મિક્સરમાં ઉમેરો.
  • તેમાં આદુના નાના ટુકડા પણ નાખો.
  • આ પછી તેમાં ધાણા પાવડર, જીરું પાવડર, કાળા મરી અને 2 ચપટી હિંગ ઉમેરો.
  • પછી તમારા સ્વાદ મુજબ સંચર નાખીને લીંબુ નીચોવી લો.
  • હવે ચટણીને સારી રીતે પીસી લો. જો તમને ચટણી જાડી લાગે તો તમે જરૂર મુજબ પાણી ઉમેરી શકો છો.
    તૈયાર છે તમારી સ્વાદિષ્ટ જામફળની ચટણી. તમે રોટલી, ભાખરી, થેપલા કે ભાત સાથે તેનો આનંદ માણી શકો છો.

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/C9CO8rDNph0IwQeN82T0Zy

લીલી હળદરનું અથાણું

કાચી (લીલી) હળદરમાંથી બનાવેલું અથાણું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં લીલી હળદરનું અથાણું ખાવાથી શરીર ગરમ રહે છે. લોકો સિઝન પ્રમાણે અથાણાંની પસંદગી કરતા હોય છે. કાચી હળદરનું અથાણું શિયાળામાં ખૂબ જ ખાવામાં આવે છે, જે પોષણથી ભરપૂર હોય છે. જો તમે કદી કાચી હળદરનું અથાણું ન બનાવ્યું હોય, તો તમે આ રીતથી તેને ટ્રાય કરી શકો છો.

હળદરનું અથાણું બનાવવા માટેની સામગ્રી

કાચી હળદર – 250 ગ્રામ (છીણેલી)
સરસવનું તેલ – 100 ગ્રામ
મીઠું – સ્વાદ મુજબ
લાલ મરચું પાવડર – અડધી ચમચી (અથવા સ્વાદ મુજબ)
હિંગ – 2-3 ચપટી
મેથીના દાણા – 2 – 3 ચમચી
રાઈના કુરિયા – 2-3 ચમચી
સુંઠ પાવડર – 1 ચમચી
લીંબુનો રસ – 2-3 ચમચી

હળદરનું અથાણું બનાવવાની રીત

  • કાચી હળદરને સારી રીતે ધોઈને તેની છાલ કાઢી લો. પછી તેને છીણી લો.
  • હવે એક પેનમાં સરસવનું તેલ ગરમ કરો.
  • ગરમ તેલમાં હિંગ, મેથીના દાણા, સરસવનો પાવડર અને સૂંઠ ઉમેરીને સહેજ શેકી લો.
  • હવે તેમાં છીણેલી હળદર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  • મીઠું અને લાલ મરચું પાવડર ઉમેરો અને સ્વાદ અનુસાર મિક્સ કરો.
  • છેલ્લે લીંબુનો રસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  • અથાણાને ઠંડુ થવા દો પછી તેને એરટાઈટ કન્ટેનરમાં રાખીને ફ્રીજમાં સ્ટોર કરો.

સૂચન:

  • તમે તમારી પસંદગી મુજબ અન્ય મસાલા પણ ઉમેરી શકો છો જેમ કે જીરું પાવડર, ધાણા પાવડર વગેરે.
  • જો તમને તે વધુ મસાલેદાર ગમતું હોય તો તમે લાલ મરચાંની માત્રા વધારી શકો છો.
  • અથાણાંને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે તેમાં મેથીના દાણા પણ ઉમેરી શકો છો.

આ પણ વાંચોઃ ઠંડીનું સુપરફુડ છે બ્રોકલી, આ રેસિપીથી બનાવો ટેસ્ટી સુપ

Back to top button