“10 હજાર Paytm કરો…” નીતા અંબાણીને ગ્રાઉન્ડ પર જોતા જ દર્શકો પૈસા માંગવા લાગ્યા, જૂઓ વીડિયો


અમદાવાદ, 25 માર્ચ: દેશમાં આઈપીએલની સિઝન શરુ થઈ ગઈ છે. ગઈકાલે ટીમ મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચ હતી. આ દરમિયાન નીતા અંબાણી ટીમને સપોર્ટ કરવા અમદાવાદ પહોંચ્યા હતા. નીતા અંબાણી રમતના મેદાનમાં દર્શકોમાં દેખાતા જ લોકો તેમના નામની બુમો પાડવા લાગ્યા હતા. આ ક્ષણનો વીડિયો કોઈએ પોતાના ફોનના કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો હતો, જે હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નીતા અંબાણીને જોઈને એક દર્શકે પૈસા માંગ્યા
વીડિયોમાં લોકો નીતા અંબાણીને બોલાવતા જોવા મળી રહ્યા છે. પ્રેક્ષકોમાંથી કોઈ તેમને નીતા મેડમ…નીતા મેડમ કહી રહ્યું હતું તો બીજી બાજુ કોઈ તેમને નીતા કાકી કહીને બોલાવતા સંભળાય છે. લોકોનો અવાજ તેમના કાને પહોંચતાની સાથે જ નીતા અંબાણી તેમની તરફ જોયું અને હાથ બતાવીને અભિવાદન કર્યું હતું. એટલામાં ઓડિયન્સમાંથી એક વ્યક્તિએ કહ્યું, નીતા મેડમ, મહેરબાની કરીને 10,000 રૂપિયા Paytm કરો.
અહીં જૂઓ વાયરલ થઈ રહેલો વીડિયો:
View this post on Instagram
વીડિયો જોયા બાદ લોકોએ ફની કોમેન્ટ કરી
આ ફની વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર Bhaiya Meme Sena નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. 1 દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો લાખો લોકોએ જોયો હતો અને હજારો લોકોએ તેને પસંદ કર્યો હતો. તે જ સમયે, ઘણા લોકોએ આ વિડિઓ પર ટિપ્પણી કરીને તેમના પ્રતિભાવો આપ્યા છે. એક યુઝરે લખ્યું- Jio એપથી ઓર્ડર કરો, તમને મળી જશે. બીજાએ લખ્યું – શું તમે ટોફી માંગી રહ્યા છો? ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા માંગો. ત્રીજાએ લખ્યું- આધુનિક ભિખારી માત્ર કોટલા સ્ટેડિયમમાં જ મળી શકે છે.
અગાઉ મુકેશ કાકા નામની બુમો પડી હતી
થોડા સમય પહેલાં વાઈબ્રન્ટ ગુજરાતના એક કાર્યક્રમમાં મુકેશ અંબાણીએ હાજરી આપી હતી. આ સમયે જ્યારે મુકેશ અંબાણી આવી રહ્યા હતા ત્યારે લોકોએ ‘મુકેશ કાકા’ નામની બુમો પાડી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થયો હતો.
આ પણ વાંચો: વ્યક્તિએ અલગ-અલગ જગ્યાએ છુપાવી 500 રૂપિયાની નોટો, જાણો પછી શું કહ્યું..