ગુજરાતટોપ ન્યૂઝ

આજે મકરસંક્રાંતિ : ધાબાઓ ઉપર જામશે પતંગરસિયાઓની અનોખી રેસ, CM એ ગુજરાતવાસીઓને પાઠવી શુભેચ્છાઓ

આજે મકરસંક્રાંતિનો તહેવાર છે. ઉત્તરાયણ એટલે આકાશમાં રંગબેરંગી પતંગથી અવનવી હોળી રચવાનું પર્વ. આજે રાજ્યભરમાં ધાબાઓ ઉપર પતંગરસિયાઓ વચ્ચે રેસ જામશે. લોકો એકબીજાના પતંગ કાપશે અને કાયપો… છે… ની ચિચિયારીઓ સાથે આખો વિસ્તાર ગુંજાવશે. તો બીજી બાજુ પોતાની પતંગ અન્ય કરતા ઉંચી હોય તેમ દોરને ઢીલ મુકી સૌથી ઉંચે ચડવાની હોડ જામશે. આજે આ તહેવારને અનુલક્ષીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ લોકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે અને તેમની ઉત્તરાયણ મંગલમય રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

Bhupendra Patel

સુરતીલાલાઓએ પતંગ ચગાવવા ઉપરાંત આ રીતે કરશે એન્જોય

ઉત્તરાયણ પહેલા સુરતના બજારમાં પતંગ દોરી સાથે સાથે એસેસરીઝના વેચાણમાં પણ ખાસ્સી ભીડ દેખાઈ રહી છે. ખાણી પીણી અને પતંગ ચગાવવા સાથે રાજકોટના લોકો કલરફુલ ઉતરાયણ માટે સજ્જ થઈ રહ્યાં છે. ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવવા સાથે મજા કરવા માટે સુરતીઓ વિવિધ પ્રકારની એસેસરીઝની ખરીદી કરી રહ્યાં છે. જેના કારણે આ ઉત્તરાયણમાં કલરફુલ કેપ, માસ્ક, વિવિધ પ્રકારના ગોગલ્સ, સાથે વાજા અને પીપુડીઓથી વાતારવણ ગજાવવા માટે લોકો તૈયાર થઈ રહ્યાં છે. પતંગ સાથે રાજકોટિયનોને જાતજાતની એસેસરીઝ ખરીદતા હોવાથી એસેસરીઝ બજારમાં તેજીનો માહોલ દેખાઈ રહ્યો છે. પહેલાં લોકો માત્ર પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરતાં હતા પણ સમય જતાં સુરતની ઉત્તરાયણની ઉજવણીના રંગઢગ પણ બદલાયા છે. તેમજ રાજકોટની પ્રજા ખાણી પીણી સાથે ઉત્તરાયણની ઉજવણી કરે છે સાથે સાથે હવે ઉત્તરાયણને કલરફુલ પણ બનાવી રહ્યાં છે.

 

રોડથી માંડીને મોલ સુધી ઉત્તરાયણની એસેસરીઝનું વેચાણ

તડકાથી બચવા માટે પહેલાં સાદી ટોપી અને ગોગલ્સ પહેરતાં હતા. પરંતુ હવે ફુલ એન્જોય સાથે ઉતરાયણ ઉજવતા હોવાથી વિવિધ પ્રકારની એસેસરીઝનો ઉપયોગ પણ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. જેના કારણે ઉત્તરાયણ પહેલાં સુરતના રોડથી માંડીને મોલ સુધી ઉત્તરાયણની એસેસરીઝનું વેચાણ થઈ રહ્યું છે. જેમાં કલરફુલ વિવિધ આકારની ટોપીઓ, સાથે ફેન્સી ગોગલ્સ, જાત જાતના અવાજ નિકળે તેવા વાજા-પીપુડીનું ધુમ વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત આ છેલ્લા કેટલાક વર્ષથી હોરર તથા વિવિધ પ્રકારના માસ્કનું પણ વેચાણ થઈ રહ્યું છે. પતંગની સાથેની એસેસરીઝનું ધુમ વેચાણ થતાં આ વર્ષે સુરતની અનેક અગાશીઓ ફરી કલરફુલ જોવા મળશે.

દોરીથી જીવનું જોખમ ન ઉભું થાય તેની ખાસ તકેદારી

દોરીથી ગળુ કપાતું અટકાવવા ખાસ બેલ્ટનું વેચાણ રાજકોટમાં ઉત્તરાયણ પહેલાં જ પતંગ ચગાવાવનું શરૂ થતું હોવાથી બાઈક ચાલકોના ગળા કપાવવાના બનાવ સંખ્યાબંધ બને છે. તેનાથી બચવા માટે બાઈક પર સળીયા લગાવવા સાથે સુરતમાં ગળાના રક્ષણ માટેનો ખાસ બેલ્ટ પણ વેચાઈ રહ્યો છે. સુરતમાં નેક સેફ્ટી બેલ્ટના નામે વેચાતા આ બેલ્ટ પહેલાં વેલ્ક્રેનથી ચીટકે તેવા બનતા હતા હવે કેટલાક વેપારીઓ પ્લાસ્ટીક કે કચકડાના બેલ્ટનું પણ વેચાણ કરી રહ્યાં છે.

ખાસ દોરીવાળા ફિરકાઓ તૈયાર કરાયા

ઉત્તરાયણનો ખરો મહિમા તો પતંગ વિશે છે. પતંગના પર્વ તરીકે આ તહેવાર બાળકથી માંડીને વૃદ્ધો, સ્ત્રીઓ તથા પુરુષો બધા હોંશે હોંશે ઊજવે છે. જાણે કોઈ દેશ પર ચઢાઈ કરવા લશ્કર તૈયાર કરવામાં આવે એવી તૈયારીઓ ઉત્તરાયણને ઊજવવા માટે કરવામાં આવે છે. સૈનિકોના હાથમાં શસ્ત્રો તેમ પતંગ રસિયાઓના હાથમાં દોરી. દોરીને રંગથી અને કાચથી પાવામાં આવે છે. આવી દોરીઓની ફિરકીઓ તૈયાર કરવામાં આવે છે. પતંગો તો ભાત ભાતના અને જાત-જાતના હોય છે. માનવી જુદી જદી ફેશનો કરે તેમ પતંગોના રંગ અને તેમના પર આંકેલી ભાત પણ જુદા-જુદા હોય છે. કોઈ પતંગ પણ ચટપટા હોય છે. કોઈ કોઈ પતંભ અવનવી વાંદરણાની ભાત શોભતી હોય છે. કાબરચીતરા પતંગો પણ ખરા.

કોઈ દોરી છોડીને પેચ લડાવે તો કોઈ દોરીને ખેંચીને પેચ લડાવશે

ઉત્તરાયણના દિવસ અગાઉ રાત્રીએ જાગીને પતંગોને કિન્ના બાંધી દેવામાં આવે છે. ફાટેલા પતંગોને સાંધવાના સરંજામ તૈયાર રાખવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે પરોઢ પ્રગટ્યું નથી કે ધાબાઓ અને અગાશીઓ ધમધમી નથી. પતંગોના પેચ એટલે પતંગોનું યુદ્ધ. યુદ્ધમાં જેમ બૃહ તેમ પેચના પણ ભૂહ. કોઈ દોરી છોડીને પેચ લડાવે તો કોઈ દોરીને ખેંચીને પેચ લડાવે. પતંગના જંગનો રંગ ઓર હોય છે, તેનો ઉમંગ ઓર હોય છે ! એવા કેટલાક લોકો હોય છે જેઓ કપાયેલા પતંગોને લૂંટવાનો આનંદ માણતા હોય છે. તેઓ પતંગ પકડવા ઝંડા બનાવી તેમનો ઉપયોગ કરે છે.

Back to top button