ટ્રેન્ડિંગધર્મ

મકરસંક્રાંતિનો શ્રીકૃષ્ણએ ગીતામાં પણ કર્યો છે ઉલ્લેખઃ કેમ છે મહત્ત્વનો તહેવાર?

Text To Speech

ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિ દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ તહેવાર સાથે ધાર્મિક, સામાજિક, આર્થિક, પૌરાણિક અને વૈજ્ઞાનિક માન્યતાઓ સંકળાયેલી છે. દરેક તહેવાર આપણને કંઇકને કંઇક અલગ શીખવે છે. મકરસંક્રાંતિનો તહેવાર મહત્ત્વપુર્ણ ગણી શકાય. આ તહેવાર પરિવર્તનનો તહેવાર છે. જુનુ ત્યજીને નવું સ્વીકારવાનો તહેવાર. ભગવાન કૃષ્ણએ પણ ગીતામાં ઉત્તરાયણનું મહત્ત્વ જણાવ્યુ છે. આ દિવસ ખુબ જ પવિત્ર અને તેજોમય ગણાવાયો છે. આ દિવસે દેહત્યાગ કરનાર વ્યક્તિને પુનઃ જન્મના બંધનોમાંથી મુક્તિ મળે છે તેવુ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યુ છે.

મકરસંક્રાંતિનો શ્રીકૃષ્ણએ ગીતામાં પણ કર્યો છે ઉલ્લેખઃ કેમ છે મહત્ત્વનો તહેવાર? hum dekhenge news

ભગવાન શ્રીકૃષ્ણએ ઉત્તરાયણનુ મહત્વ દર્શાવવા માટે ગીતામાં કહ્યુ છે કે ઉત્તરાયણના 6 મહિનાના શુભ કાળમાં જ્યારે સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે તો આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી વ્યક્તિનો પુનર્જન્મ થતો નથી. આવા લોકો બ્રહ્મને પ્રાપ્ત કરે છે. આ જ કારણ હતુ કે ભીષ્મ પિતામહે શરીર ત્યાં સુધી ત્યજ્યુ નહોતુ જ્યા સુધી સૂર્ય ઉત્તરાયણ થયો નહોતો.

ધર્મ શાસ્ત્રોમાં પણ છે મહત્ત્વ

હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ મકર સંક્રાતિથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે. જે અષાઢ મહિના સુધી રહે છે. મકર સંક્રાંતિના દિવસે જ ગંગાજી ભગીરથીની પાછળ પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમથી પસાર થઈ સાગરમાં ભળી ગયા હતા. મહારાજ ભગીરથે પોતાના પૂર્વજો માટે આ દિવસે તર્પણ કર્યુ હતુ તેથી મકર સંક્રાતિના દિવસે ગંગાસાગરમાં મેળો ભરાય છે.

મકરસંક્રાંતિનો શ્રીકૃષ્ણએ ગીતામાં પણ કર્યો છે ઉલ્લેખઃ કેમ છે મહત્ત્વનો તહેવાર? hum dekhenge news

ભૌગૌલિક પણ છે મહત્ત્વ

ચંદ્રના આધારે મહિનાના 2 ભાગ છે. કૃષ્ણ અને શુક્લ પક્ષ. આ જ રીતે સૂર્યના આધાર પર વર્ષના 2 ભાગ છે. ઉત્તરાયણ અને દક્ષિણાયન. આ દિવસથી સૂર્ય ઉતરાયણ થઈ જાય છે. ઉત્તરાયણ એટલે એ સમયથી ધરતીનો ઉત્તરી ગોળાર્ધ સુર્ય તરફ વળી જાય છે. તેથી ઉત્તરથી જ સૂર્ય નીકળવા લાગે છે. જેને સોમ્યાયન પણ કહે છે. સૂર્ય છ મહિના ઉતરાયણ રહે છે અને છ મહિના દક્ષિણાયન. તેથી આ તહેવારને ઉત્તરાયણના નામથી પણ ઓળખાય છે. મકર સંક્રાતિંથી લઈને કર્ક સંક્રાંતિ વચ્ચે 6 માસનો સમયાંતરાલ હોય છે જેને ઉત્તરાયન કહે છે.

આ પણ વાંચોઃ જો જો મકરસંક્રાંતિએ ન થાય આ ભુલોઃ ખાસ વાતની રાખજો કાળજી

Back to top button