મકરસંક્રાંતિ આજે રાતથીઃ સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ, શેના દાનથી શું થશે લાભ?
ઉદય તિથિ અનુસાર મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી 2023ના રોજ મનાવાશે. મકરસંક્રાંતિના દિવસે પુણ્ય અને મહાપુણ્ય કાળમાં સ્નાન અને દાન કરવુ જોઇએ. મકરસંક્રાંતિની શરૂઆત આજે રાતે 8.43 વાગ્યાથી થશે.
મકરસંક્રાંતિ પર સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે. હિન્દુ માન્યતાઓ અનુસાર મકરસંક્રાંતિના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાનું શુભ માનવામાં આવે છે. તેનાથી તમામ પાપમાંથી મુક્તિ મળી જાય છે. સાથે સાથે મકરસંક્રાંતિના દિવસે દાનનો પણ વિશેષ મહિમા છે. જ્યોતિષ વિજ્ઞાનમાં જણાવાયુ છે કે મકરસંક્રાંતિના દિવસે કરાયેલા દાનનું ફળ સો ગણુ થઇ જાય છે. મકરસંક્રાંતિના દિવસે ઘી, તેલ, કંબલ, ખિચડી, અનાજ, અડદના દાનનું ખુબ મહત્ત્વ છે. માન્યતા એવી છે કે મકરસંક્રાંતિના દિવસે તલ, ગોળ અને ખીચડીના દાનથી કિસ્મત બદલાય છે. આ દિવસે પુણ્યકાળમાં દાન આપવાનું, સ્નાન કરવાનું કે શ્રાધ કાર્ય કરવાનું શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં મકરસંક્રાંતિ પર ગંગા સ્નાનનુ પણ વિશેષ મહત્ત્વ છે. આ દિવસે શનિ દેવ માટે પ્રકાશનું દાન કરવુ શુભ માનવામાં આવે છે.
કઇ વસ્તુઓનું દાન કરવાથી શું ફાયદો થશે?
તલઃ મકરસંક્રાંતિના દિવસે તલનું દાન કરવાનું શુભ મનાયુ છે. તલનું દાન કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે.
ખિચડીઃ મકરસંક્રાંતિના દિવસે ખિચડીનું દાન કરવાનું એટલું જ શુભ માનવામાં આવે છે, જેટલુ ખિચડી ખાવાનું.
ગોળઃ આ દિવસે ગોળનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. ગોળનું દાન કરવાથી સુર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
તેલઃ આ દિવસે તેલનું દાન કરવાનું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી શનિદેવના આશીર્વાદ મળે છે.
અનાજઃ મકરસંક્રાંતિના દિવસે પાંચ પ્રકારના અનાજનું દાન કરવાથી દરેક પ્રકારની મનોકામના પુર્ણ થાય છે.
રેવડીઃ મકરસંક્રાંતિના દિવસે રેવડીનું દાન કરવાનું પણ શુભ માનવામાં આવે છે.
બ્લેન્કેટઃઆ દિવસે બ્લેન્કેટનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. તેનાથી રાહુ અને શનિ શાંત થાય છે.
આ પણ વાંચોઃ કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહનું નિધનઃ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં સામેલ હતા