મકરસંક્રાંતિ 2023: જાણો શુભ મુહુર્ત અને તેનુ મહત્ત્વ
મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ દેશભરમાં ઉજવાય છે, પરંતુ દરેક રાજ્યમાં તેને અલગ અલગ નામ આપવામાં આવે છે. આપણે ગુજરાતમાં અને રાજસ્થાનમાં તેને ઉત્તરાયણના નામથી ઓળખીએ છીએ. જ્યારે કર્ણાટક, તામિલનાડુ અને કેરળમાં તેને પોંગલ તરીકે ઓળખવામાં આવે છે. બિહાર અને ઉત્તરપ્રદેશમાં તે ખીચડી તરીકે ઉજવાય છે.
મકરસંક્રાંતિનું ધાર્મિક મહત્ત્વ છે. મકરસંક્રાંતિ દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, પરંતુ વર્ષ 2023માં તે 14 અને 15 જાન્યુઆરી એમ બંને દિવસે ઉજવવામાં આવશે. તેનું કારણ એ છે કે સૂર્ય 14 જાન્યુઆરીની રાત્રે 8.21 કલાકે મકર રાશિમાં ગોચર કરશે. તેથી જ 15 જાન્યુઆરીએ ઉદયા તિથિના રોજ સંક્રાંતિ ઉજવવી યોગ્ય છે. આ વર્ષે મકરસંક્રાંતિ પર ચાર યોગોનો સમન્વય થઈ રહ્યો છે. રેવતી નક્ષત્ર પોષ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ 14 જાન્યુઆરીએ છે. તે પછી 15 જાન્યુઆરીએ સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ યોગ અને રાજપદ યોગનું સંયોજન બની રહ્યું છે. આ ચારેય યોગો શુભ છે.
શું છે શુભ મુહુર્ત
મકરસંક્રાંતિનો શુભ સમય 10.31 કલાકનો છે. આ શુભ સમય સવારે 7.15થી શરૂ થશે અને સાંજે 5.45 વાગ્યે ખતમ થશે. એટલે કે પુણ્યકાળનો સમય 10 કલાકનો છે. જ્યારે મહાપુણ્યકાલનો સમય સવારે 7.15થી સવારે 9 વાગ્યા સુધીનો છે. આ દરમિયાન કરવામાં આવેલા કામો વધુ લાભદાયી રહેશે.
શું છે મકરસંક્રાંતિનું મહત્ત્વ
આપણા ધર્મગ્રંથો અને જ્યોતિષીઓ અનુસાર મકરસંક્રાંતિના દિવસે ભગવાન સુર્ય તેમના પુત્ર શનિને મળવા તેમના ઘરે જાય છે. જ્યારે સુર્ય દેવ ભગવાન શનિની રાશિમાંથી ગુરૂની રાશિ ધનુરાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. તેથી તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આજ કારણ છે કે આ તહેવારને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. સુર્ય દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં જાય છે, તેથી ઉત્તરાયણને દેવતાઓનો દિવસ માનવામાં આવે છે.
મકરસંક્રાંતિમાં શેનું દાન કરવુ?
આ દિવસે ગોળ અને તલનું દાન કરવાથી આર્થિક સમૃદ્ધિ આવે છે. ઘરમાં સુખ શાંતિ આવે છે. આ ઉપરાંત ધાબળો કે ફળોનું દાન પણ કરાય છે. ઘણી જગ્યાએ પતંગનું દાન કરાય છે.
આ પણ વાંચોઃ બ્લડ શુગરને નોર્મલ કરશે મેથી અને અન્ય એક વસ્તુઃ લાખોની દવાઓ પણ નકામી