વર્લ્ડ

રમઝાન દરમિયાન સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, મક્કા જતી બસમાં આગ, 20 ના મોત

Text To Speech

યમનની સરહદે આવેલા દક્ષિણ-પશ્ચિમ અસિર પ્રાંતમાં વાહનની બ્રેક ફેલ થવાને કારણે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. આ બસમાં સવાર મુસાફરો ઉમરા કરવા માટે મક્કા શહેરમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન બસ દુર્ઘટનાનો શિકાર બની હતી.

_સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના-humdekhengenews

રમઝાન પર મક્કા જતી બસમાં આગ

હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ઇસ્લામિક કેલેન્ડરમાં તે સૌથી પવિત્ર મહિનો છે. આ દરમિયાન મોટી સંખ્યામાં મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉમરા માટે મક્કા જતા હોય છે. આ દરમિયાન સાઉદી અરેબિયાથી એક ભયાનક બસ અકસ્માતના સમાચાર આવી રહ્યા છે જેમાં ઘણા લોકોના મોત થયા છે.જાણકારી મુજબ સાઉદી અરેબિયાના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં સોમવારે મુસાફરોથી ભરેલી બસ દુર્ઘટનાગ્રસ્ત થતાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. સાઉદી અરેબિયાના સરકારી મીડિયાએ જણાવ્યું કે આ અકસ્માતમાં અન્ય 29 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં મોટાભાગના યાત્રાળુઓ હતા જેઓ પવિત્ર રમઝાન માસ દરમિયાન ઉમરા (ઈસ્લામમાં તીર્થયાત્રાનું એક સ્વરૂપ) કરવા માટે મક્કા શહેરમાં જઈ રહ્યા હતા.

_સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના-humdekhengenews

બ્રેક ફેલ થવાને કારણે અકસ્માત સર્જાયો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિજ સાથે અથડાયા બાદ બસમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાના ફૂટેજ ટીવી પર પ્રસારિત થયા છે, જેમાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયેલી જોવા મળે છે. યમનની સરહદે આવેલા દક્ષિણ-પશ્ચિમ અસિર પ્રાંતમાં વાહનની બ્રેક ફેલ થવાને કારણે અકસ્માત થયો હોવાનું કહેવામા આવી રહ્યું છે. આ ઘટના રમઝાનના પહેલા સપ્તાહમાં બની હતી. જ્યારે ઘણા લોકો પવિત્ર રમઝાન માસ દરમિયાન પરિવાર અને મિત્રો સાથે રાત્રિભોજનની મજા માણવા પ્રવાસ કરે છે.

આ  પણ વાંચો : અતીક અહેમદ : ‘હું બેચેની અનુભવું છું, મારે ખુલ્લી હવામાં ફરવું છે’…

Back to top button