લદ્દાખમાં મોટી દુર્ઘટના, ટેન્ક એક્સરસાઇઝ દરમિયાન નદીના પાણીનું સ્તર વધ્યું, JCO સહિત 5 જવાનોના મૃત્યુ
- લદ્દાખમાં ભારતીય સૈનિકો સાથે બની મોટી દુર્ઘટના
- જળસ્તર વધવાને કારણે સેનાનું એક ટેન્ક નદીમાં ફસાયુ અને ભરાઈ ગયું પાણી
- ટેન્કમાં પાણી ભરાતાની સાથે જ નદીમાં ડુબ્યું, આ દુર્ઘટનામાં JCO સહિત સેનાના પાંચ જવાનના થયા મૃત્યુ
લદ્દાખ, 29 જૂન: લદ્દાખમાં ભારતીય સૈનિકો સાથે મોટી દુર્ઘટના થઈ છે. નદીમાં ટેન્ક ફસાઈ જવાથી JCO સહિત 5 જવાનોના મૃત્યુ પામ્યા છે. શુક્રવારે લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં સેનાના જવાનોની ટેન્ક પ્રેક્ટિસ ચાલી રહી હતી. આ સમય દરમિયાન, આર્મી ટેન્ક T-72 શ્યોક નદીને પાર કરવાની પ્રેક્ટિસ કરી રહી હતી, ત્યારે પાણીનું સ્તર વધવાને કારણે ટેન્ક નદીની વચ્ચે ફસાઈ ગઈ હતી અને ત્યાર બાદ ટેન્કની અંદર પાણી ભરાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં જેસીઓ સહિત સેનાના 5 જવાનોના મૃત્યુ થયા છે.
A mishap took place in the Daulat Beg Oldie area of Ladakh during a tank exercise of crossing the river yesterday in the sector due to a sudden increase in water levels there. Loss of lives of Army personnel is feared. More details are awaited: Defence officials pic.twitter.com/my7pYEvWP8
— ANI (@ANI) June 29, 2024
T-72 ટેન્કમાં સવાર હતા આર્મીના જવાનો
ઘટના સ્થળેથી સેનાના જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના લેહથી 148 કિલોમીટર દૂર બની હતી. આ ઘટના શુક્રવારે રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ બની હતી. આર્મીના તમામ જવાનો T-72 ટેન્ક પર સવાર હતા. હાલમાં વિગતવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ દુર્ઘટના બાદ ઉડયન મંત્રાલયનો મોટો નિર્ણય, જાણો શું છે ?