કડીમાં મોટી દુર્ઘટના : માટીની ભેખડ પડતાં 7 મજૂરો દટાયા, 5ના મૃત્યુની પુષ્ટી
કડી, 12 ઓક્ટોબર : મહેસાણામાં એક મોટી દુર્ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં કડી પાસેના જાસલપુર ગામ ખાતે માટીની ભેખડ ધસતાં 9 મજૂરો દટાઈ ગયાનું જાણવા મળ્યું હતું. જેમાં 5 જેટલા શ્રમિકોના મૃતદેહો મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે કે અન્ય દટાયેલા મજૂરોને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી છે. ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ સહિત અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
મળતી માહિતી મુજબ, મહેસાણાના કડી તાલુકાના જાસલપુર ગામમાં આવેલી એક પ્રાઇવેટ કંપનીમાં દીવાલ ચણવાનું કામ કરતી વખતે માટીની ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં 9 જેટલા મજૂરો દટાતા અફરાતફરીનો માહોલ સર્જાય ગયો હતો. આ ઘટના અંગે હાલમાં મળી રહેલી માહિતી અનુસાર 5 જેટલા મજૂરોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે કે અન્ય શ્રમિકોનું રેસ્ક્યું કરવા માટે જેસીબી મદદ લેવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ કડીના જાસલપુરમાં આવેલી એક ખાનગી સ્ટીલ કંપનીમાં આ ઘટના બની હતી. ત્યાં કંપનીમાં બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક જ માટીની ભેખડો ધસી હતી અને મજૂરો દટાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. અહેવાલ અનુસાર કુલ 9 મજૂરો તેમાં દટાયા હતા. જેમાંથી સાતના મૃતદેહો કાઢી લેવામાં આવ્યા છે. મૃતદેહો કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી રહી છે.
આ પણ વાંચો :- ખોરાકમાં થૂંક અને પેશાબ ભેળવનાર યુવકો અંગે મુસ્લિમ ધર્મગુરુઓ ચૂપ કેમ છે? બાબા રામદેવે ઉઠાવ્યો પ્રશ્ન