ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હરિયાણાના રેવાડીમાં મોટી દુર્ઘટના, ફેક્ટરીના બોઈલર વિસ્ફોટથી 40 લોકો દાઝી ગયા

ચંડીગઢ, 17 માર્ચ: હરિયાણાના રેવાડીમાં શનિવારે સાંજે બોઈલર વિસ્ફોટનો બનાવ બન્યો હતો છે. રિપોર્ટ અનુસાર આ અકસ્માતમાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ લોકો એક ફેક્ટરીના કર્મચારી હતા. ઘાયલોને સિવિલ સર્જન ડૉ. સુરેન્દ્ર યાદવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરે જણાવ્યું છે કે, આ ઘટના શહેરના ધરુહેરા વિસ્તારમાં બની હતી. ડૉ. યાદવે વધુમાં કહ્યું કે, ‘અમે હોસ્પિટલોને એલર્ટ કરી દીધી છે અને ફેક્ટરીમાં એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. લગભગ 40 લોકો ઘાયલ થયા છે અને એકની હાલત ગંભીર છે જેથી તેને રોહતક રિફર કરવામાં આવ્યો છે. ધ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, લાઈફ-લોંગ ફેક્ટરીમાં વિસ્ફોટ લગભગ સાંજે 7 વાગ્યે થયો હતો.

ઘટના વિશે ડોક્ટરે અને પોલીસએ શું કહ્યું?

 

રોહતકના PGIMSના ડાયરેક્ટર ડૉ.એસ.એસ.લોહચાબને ટાંકીને મીડિયા રિપોર્ટમાં કેટલીક વધુ માહિતી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રોમા સેન્ટરના તબીબોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તેમજ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ફાયર એન્જિન અને એમ્બ્યુલન્સને ફેક્ટરીમાં મોકલવામાં આવી હતી. પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સિટી પોલીસ સ્ટેશનના પ્રમોદ કુમારે કહ્યું કે, ‘અમને માહિતી મળી હતી કે ધરુહેરા સ્થિત એક ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું છે. ઘાયલોને રેવાડીના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમની હાલત ગંભીર છે તેમને રોહતક રીફર કરવામાં આવી રહ્યા છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

 

 

હિસારમાં મજૂરે પંખાથી લટકીને કરી હતી આત્મહત્યા 

તે જ સમયે, હરિયાણાના હિસાર જિલ્લાના બરવાલા સબ-ડિવિઝનના અનાજ બજારમાં શનિવારે એક મજૂરે પંખાથી લટકીને આત્મહત્યા કરી હતી. મૃતકની ઓળખ ગામ છાણના નરેન્દ્ર બરવાલા તરીકે થઈ છે, જેની ઉંમર 50 વર્ષ હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું કે, મૃતકને દારૂ પીવાની લત હતી. દુકાન માલિકે તેને ત્યાં રહેવા માટે જગ્યા આપી હતી. મજૂર દુકાન માલિકનો સૌથી વિશ્વાસુ કર્મચારી હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

આ પણ જુઓ: ભારતીય નૌકાદળનું બચાવ ઓપરેશન, ચાંચિયાઓથી 17 બાંગ્લાદેશીઓને છોડાવ્યા

Back to top button