ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીના અલીપુરમાં મોટી દુર્ઘટના, પેઈન્ટ ફેકટરીમાં આગ લાગતાં 11ના મૃત્યુ

  • ફેક્ટરી ગાઢ વિસ્તારમાં હોવાથી 22 કાર અને 5 દુકાનો પણ આગની લપેટમાં આવી ગઈ

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી: દિલ્હીના અલીપુર વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. ગુરુવારે અહીં એક પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી આગમાં દાઝી જવાથી 11 લોકોના મૃત્યુ થયા હતા. શરૂઆતમાં ફાયર બ્રિગેડની ટીમે ફેક્ટરીમાંથી ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા હતા. સ્થળ પર હાજર ફાયર બ્રિગેડની ટીમે 22 ફાયર ટેન્કરની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ઓલવ્યા બાદ જ્યારે ફેક્ટરીની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે વધુ ચાર બળી ગયેલા મૃતદેહો મળી આવ્યા હતા. આ ઉપરાંત ફેક્ટરી ગાઢ વિસ્તારમાં હોવાથી 22 કાર અને 5 દુકાનો પણ આગની લપેટમાં આવી હતી. હાલ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ આગ પાછળના કારણોની તપાસમાં વ્યસ્ત છે.

 

ઘટનાસ્થળે હાજર પોલીસે જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડની 22 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો છે. અકસ્માતમાં લોકો દાઝી ગયા હતા. આ તમામની ઓળખ હજુ સુધી થઈ નથી. ઓળખના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

 

અકસ્માતમાં 11 લોકોના મૃત્યુ થયા

ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે, અલીપુર વિસ્તારમાં બે પેઇન્ટ અને કેમિકલ ગોડાઉનમાં લાગી હતી, જેના પરિણામે 11 લોકોના મૃત્યુ અને 4 ઘાયલ થયા હતા. મૃતકોને બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં અને ચાર ઘાયલ લોકોને રાજા હરીશ ચંદ્ર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ થઈ શકી નથી

22 ફાયર ટેન્કરો દ્વારા આગ ઓલવવામાં આવી

ઘટનાસ્થળે હાજર ફાયર બ્રિગેડની ટીમે જણાવ્યું હતું કે, આગ ખૂબ જ ભયાનક હતી. 22 ટેન્કરની મદદથી તેને કાબૂમાં લેવામાં આવી હતી. ફેક્ટરીની આસપાસ કેટલાક ઘરો પણ હતા, જ્યાંથી લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે જણાવ્યું હતું કે, ગુરુવારે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે આગ લાગી હોવાની માહિતી મળી હતી. જેમાં દયાલપુર અલીપુરના એચ બ્લોકમાં આવેલી પેઇન્ટ ફેક્ટરીમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

22 કાર અને 5 દુકાનોમાં પણ લાગી હતી આગ

શરૂઆતમાં 8 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે આગ વધુ ફેલાઈ ત્યારે 22 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. તાત્કાલિક નજીકના મકાનો ખાલી કરાવવામાં આવ્યા અને અન્ય મકાનોની છત પર ચઢીને આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લગભગ દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ આગમાં 22 કાર અને 5 દુકાનો પણ સળગી ગઈ હતી. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ જુઓ: રાજસ્થાન : અજમેરમાં મ્યુનિ. કમિશનરની કાર હડફેટે દિવ્યાંગ સગીરનું મૃત્યુ

Back to top button