ટોપ ન્યૂઝવર્લ્ડ

સોમાલિયાના મોગાદિશુમાં મોટો આતંકી હુમલો, આતંકવાદીઓ હયાત હોટલમાં ઘૂસ્યા, અત્યાર સુધીમાં 10 લોકોના મોત

Text To Speech

આતંકવાદી જૂથ અલ-શબાબના બંદૂકધારીઓએ સોમાલિયામાં એક હોટલ પર હુમલો કર્યો. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 9 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના મોગાદિશુની છે જ્યાં બંદૂકધારીઓએ હયાત હોટલ પર ગોળીબાર કર્યો અને બે કારમાં વિસ્ફોટ કર્યો. અલ-કાયદા સાથે જોડાયેલા અલ-શબાબ જૂથે હુમલાની જવાબદારી સ્વીકારી છે. સમાચાર એજન્સી એએફપી સાથે આ ઘટના વિશે વાત કરતા સુરક્ષા અધિકારીએ કહ્યું કે આતંકવાદીઓ હજુ પણ હોટલ હયાતમાં છે અને સુરક્ષા દળો સાથે અથડામણ ચાલી રહી છે. તેમણે કહ્યું કે હોટેલ હયાત પર હુમલાની માહિતી મળતાં જ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા, જેના પગલે જેહાદી જૂથના લડવૈયાઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ. આ બંદૂકધારીઓ હયાત હોટલમાં પ્રવેશ્યા તેની એક મિનિટ પહેલા જ જોરદાર વિસ્ફોટ થયો હતો.

Mogadishu
Mogadishu

પોલીસ મેજર હસન દાહિરે જણાવ્યું હતું કે સુરક્ષા દળો અને જેહાદી જૂથ લડવૈયાઓ વચ્ચેની અથડામણમાં મોગાદિશુના ગુપ્તચર વડા મુહિદ્દીન મોહમ્મદ સહિત બે સુરક્ષા અધિકારીઓ ઘાયલ થયા હતા. તે જ સમયે, ઘટના સમયે હાજર લોકોના જણાવ્યા અનુસાર, પ્રથમ વિસ્ફોટની થોડીવાર પછી બીજો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટોને કારણે સુરક્ષા દળોના કેટલાક સભ્યો અને નાગરિકો ઘાયલ થયા હતા. એક વ્યક્તિએ જણાવ્યું કે, ઘટના બાદથી આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ન્માષ્ટમી પર બાંકે બિહારી મંદિરમાં મોટી દુર્ઘટના, ભીડમાં 2ના મોત, અનેક લોકોની હાલત બગડી

અલ-કાયદા સાથે જોડાયેલા અલ-શબાબ જૂથે આ સમગ્ર ઘટનાની જવાબદારી સ્વીકારી છે. અલ-શબાબ હુમલાખોરોનું એક જૂથ મોગાદિશુમાં હોટેલ હયાતમાં પ્રવેશ્યું છે અને હાલમાં ફાયરિંગ કરી રહ્યું છે. આતંકવાદી જૂથે તેની સમર્થક વેબસાઇટ પર એક નિવેદનમાં જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે, સોમાલિયા સરકાર વિરુદ્ધ આતંકવાદી સંગઠનનો આ પહેલો હુમલો નથી. આ પહેલા પણ આ આતંકી સંગઠન અનેક ભયાનક વિસ્ફોટો કરી ચુક્યું છે.

Back to top button