પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો, બંદૂકધારીઓએ 23 લોકોને વાહનોમાંથી ઉતારીને ગોળી મારી દીધી
- પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદીઓએ 23 લોકોની નિર્દયતાથી કરી નાખી હત્યા
- બંદૂકધારીઓએ લોકોને બળજબરીથી વાહનોમાંથી બહાર કાઢી તેમની ઓળખ તપાસ્યા પછી તેમને મારી દીધી ગોળી
બલૂચિસ્તાન, 26 ઓગસ્ટ: પાકિસ્તાનમાં વધુ એક મોટો આતંકી હુમલો થયો છે. બલૂચિસ્તાનના મુસાખેલ જિલ્લામાં આતંકવાદીઓએ પંજાબના ઓછામાં ઓછા 23 લોકોની હત્યા કરી નાખી છે. પાકિસ્તાની અખબાર ડોને એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે આતંકવાદીઓએ મુસાફરોને બસો અને અન્ય વાહનોમાંથી નીચે ઉતાર્યા અને પછી તેમની ઓળખ તપાસ્યા બાદ તેમને ગોળી મારી દીધી. પાકિસ્તાની મીડિયાએ આસિસ્ટન્ટ કમિશનર મુસાખેલ નજીબ કાકરને ટાંકીને જણાવ્યું હતું કે સશસ્ત્ર માણસોએ મુસાખેલના રારાશમ જિલ્લામાં હાઈવે બ્લોક કરી દીધો હતો અને મુસાફરોને ગોળી મારી દીધી હતી.
#Balochistan on fire!!
बलूचिस्तान में एक major operation “Hereof” BLA Pakistan Army के खिलाफइसमें पाकिस्तानी आर्मी के 102 जवानों को मार दिया गया
#Gwadar चेक पोस्ट पटना जवानों को मार दिया गया और कुछ को होस्टेज बना लिया गया#FreeBalochistan #Pakistan#PakistanArmy pic.twitter.com/RYQLHqumBG— Bajrang jajra (@Bajrangjat_rj21) August 26, 2024
પંજાબના લોકોને બનાવવામાં આવ્યા નિશાન
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મોટાભાગના મૃતકોની ઓળખ પંજાબના લોકો તરીકે કરવામાં આવી છે. તેમણે કહ્યું કે હથિયારબંધ લોકોએ 10 વાહનોને આગ પણ લગાવી દીધી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાર બાદ મૃતદેહોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ આતંકવાદની આ ઘટનાની સખત નિંદા કરી છે. તે સ્પષ્ટ છે કે મુસાખેલમાં આ આતંકવાદી હુમલો પંજાબના લોકોને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં બંદૂકધારીઓએ નોશકી નજીક બસમાંથી ઉતરી આવ્યા હતા અને તેમના આઈડી કાર્ડની તપાસ કર્યા પછી નવ મુસાફરોને ગોળી મારી દીધી હતી.
અગાઉ પણ થયા હતા આતંકવાદી હુમલા
આ પ્રકારનો હુમલો પહેલીવાર નથી થયો. ગયા વર્ષે ઓક્ટોબરમાં બલૂચિસ્તાનના કેચ જિલ્લામાં સ્થિત તુર્બતમાં અજાણ્યા બંદૂકધારીઓએ પંજાબના છ મજૂરોની ગોળી મારીને હત્યા કરી હતી. આવી જ ઘટના 2015 માં પણ બની હતી, જ્યારે બંદૂકધારીઓએ તુર્બત નજીક કામદારોના કેમ્પ પર હુમલો કર્યો હતો, જેમાં 20 બાંધકામ કામદારો માર્યા ગયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં ફરી હિંસા, સચિવાલયનો કર્યો ઘેરાવ, બંને જૂથ વચ્ચે જોરદાર પથ્થરમારો, 50 ઘાયલ