ચૂંટણી પ્રચાર દરમિયાન બાવળામાં વડાપ્રધાન મોદીની સભામાં મોટી સુરક્ષા ચૂક, જાણો શું છે ઘટના
અમદાવાદના બાવળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી પ્રચારની સભામાં એક મોટી ચૂક સામે આવી છે. વડાપ્રધાનની સભા શરુ હતી તે દરમિયાન ત્યાં અચાનક એક અજાણ્યું ડ્રોન દેખાતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને થોડા સમયમાં ડ્રોન ઉડાડનાર ત્રણેય માણસોને ઝડપી પડ્યા હતા. આ ત્રણેય શખ્સોની પોલીસ દ્વારા પુછપરછ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં બાવળામાં વડાપ્રધાન મોદીની ચૂંટણી સભા દરમિયાન વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. પીએ મોદી જ્યાં સભા સંબોધી રહ્યા હતા. ત્યાં અચાનક અજાણ્યું ડ્રોન ઉડતું દેખાયું હતું. આ ઘટનામાં પોલીસે ત્રણેય શખ્સો કે જે ડ્રોન ઉડાવી રહ્યા હતા. તેની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈને પીએમ ની સુરક્ષાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. જે સ્થળે પીએમ મોદીની સભા હતી ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કેન્દ્રીય સુરક્ષા એન્જસી ઉપરાંત, સ્થાનિક સુરક્ષા એજન્સી સહીત અમદાવાદ ગ્રામ્ય પોલીસની પણ અલગ-અલગ ટુકડીઓ પણ તૈનાત હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અનુપસિંહને સભાગૃહના મુખ્ય માર્ગ પર ડ્રોન દેખાતા, આ ડ્રોન કોણ ઉડાવી રહ્યું છે તેની તપાસ હાથ ધરી. આ ચકાસણી દરમિયાન ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા. આ શખ્સો વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરતા હતા.
ડ્રોન ઉડાવનાર શખ્સોની ધરપકડ
ડ્રોન ઉડાડતા ઝડપાયેલા ત્રણ શખ્સોમાં નીકુલ રમેશ પારમાં, રાકેશ કાળુભાઈ ભરવાડ સાહિત ત્રણ શખ્સોની ધરપકડ કરે છે. આ ત્રણેય શખ્સો દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા માં આવતી હોવાનીઓ માહિતી મળી છે. જેને આધારે ત્રણેયની ધરપકડ પણ કરવામાં આવી છે. ડ્રોનમાં તેમને ક્યાં પ્રકારની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. તેમજ આ ત્રણેય શખ્સોના રેકોર્ડ પણ ચકાસવામાં આવી રહ્યા છે. આ શખ્સો ક્યાં કારણોસર આ પ્રવૃત્તિ કરી રહ્યા હતા, કોઈ ચોક્કસ જૂથના છે, કોના ઈશારે આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :રાજસ્થાન કૉંગ્રેસનું ગૃહયુદ્ધ ! પાયલટને દેશદ્રોહી કહેવા પર હોબાળો
જાહેરનામા ભંગની કલમો હેઠળ કરવામાં આવશે કાર્યવાહી
બાવળામાં પીએમ મોદીની સભા પહેલેથી જ નિર્ધારિત હતી. કોઇપણ સ્થળે વડાપ્રધાનનો કાર્યક્રમ નિર્ધારિત થતો હોય, અથવા VVIP મુવમેન્ટ હોય તેની આસપાસ વિસ્તારોને સામાન્ય રીતે કોર્ડન કરી લેવામાં આવતો હોય છે. તેમજ શંકાસ્પદ વ્યક્તિ કે ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવતી હોય છે. આ રીતે સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે કંઈક મોટી અઘટિત ધટના તાળી શકાયી છે. ડ્રોન ઉડાડવાના ત્રણેય શખ્સો સામે જાહેરનામા ભંગની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. નો ફ્લાય ઝોન હોવા છતા આ ત્રણેય શખ્સો કઈ રીતે ડ્રોન લઈ અહીં પહોંચ્યા અને કઈ રીતે ડ્રોન ઉડાડવામાં આવી રહ્યુ હતુ, આ દરેક બાબતોને ધ્યાનમાં લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે તેમની પૂછપરછ દરમિયાન આ ત્રણેય શખ્સોનુ શું કનેક્શન બહાર આવે છે તે જોવુ રહ્યુ.