ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઇથિયોપિયામાં મોટો માર્ગ અકસ્માત, ટ્રક નદીમાં ખાબકતાં 60થી વધુના મૃત્યુ

Text To Speech
  • અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને બોના જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

ઇથિયોપિયા, 30 ડિસેમ્બર: આફ્રિકન દેશ ઇથિયોપિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં મુસાફરોથી ભરેલી ટ્રક નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દક્ષિણ સિદામા ક્ષેત્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ભયાનક અકસ્માત બોના જિલ્લામાં થયો હતો. પ્રાદેશિક સંચાર બ્યુરોએ રવિવારે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને બોના જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

બધા લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા

સરકારી માલિકીની ઇથિયોપિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (EBC) અનુસાર, તમામ લોકો એક લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઇથિયોપિયામાં ગંભીર માર્ગ અકસ્માતો સામાન્ય છે. નબળા ડ્રાઇવિંગ ધોરણો અને જર્જરિત વાહનો અહીં સલામત પરિવહનમાં સૌથી મોટી અડચણ છે.

2018માં પણ એક ભયંકર અકસ્માત થયો હતો

લગભગ છ વર્ષ પહેલા 2018માં ઇથિયોપિયામાં એક મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ખાઈમાં પડી હતી, જેમાં 38 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

નદીમાં લોકોની શોધ-ખોળ ચાલુ 

EBC અનુસાર, તમામ લોકો ઇસુઝુ ટ્રકમાં મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ અચાનક ટ્રક રસ્તો ભટકાવી નદીમાં પડી ગઈ હતી. બીજી તરફ નદીમાં હજુ પણ લોકોની શોધખોળ ચાલુ છે. સ્થાનિક લોકો અને સરકારી વિભાગ રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.

આ પણ જૂઓ: ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુ હોસ્પિટલમાં દાખલ, જાણો કારણ

Back to top button