

આજે એટલે કે શનિવારે ગુજરાત પોલીસ બેડામાં મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ એકસાથે 192 PSIને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. 2010ની બેચના 192 PSIને લાંબા સમય બાદ PIના પ્રમોશન સાથે પોસ્ટિંગ અપાયું છે. 650 PSI પૈકી અડધા PSIને 2 વર્ષ પહેલા પ્રમોશન અપાઈ ચૂક્યું હતું. રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા 192 પોલીસ સબ ઈન્સ્પેકટર (બિન હથિયારી)ને પોલીસ ઈન્સ્પેકટર (બિન હથિયારી) સંવર્ગમાં તદન હંગામી ધોરણ બઢતી આપવામાં આવી છે. સાથે તેમને પોસ્ટિંગ પણ આપવામાં આવ્યું છે. જુઓ કોને કોને મળ્યું પ્રમોશન..