બિહારમાં લઠ્ઠાકાંડઃ મોતના આંકડામાં મોટી હેરાફેરી
16 થી 18 ઓગસ્ટ 2016ની વચ્ચે બિહારના ગોપાલગંજ જિલ્લાના ખજુરબાનીમાં નકલી દારૂ પીવાથી 19 લોકોના મોત થયા હતા. તે વર્ષે એપ્રિલમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો ત્યારથી રાજ્યમાં નકલી દારૂનો આ પહેલો મોટો કેસ હતો, પરંતુ નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના ડેટા માત્ર છ મૃત્યુ દર્શાવે છે. આ એકદમ આશ્ચર્યજનક છે.
જો કે, બિહારમાં નકલી દારૂથી સંબંધિત મૃત્યુઆંકમાં આ એકમાત્ર વિસંગતતા નથી. જો આપણે 2016 થી 2021 સુધીના (NCRB) ડેટા પર નજર કરીએ તો, બિહારમાં માત્ર 23 મૃત્યુ દર્શાવવામાં આવ્યા છે. NCRBના ડેટા અનુસાર, 2016માં છ લોકો નકલી દારૂના કારણે મૃત્યુ પામ્યા હતા, 2017માં શૂન્ય, 2018માં શૂન્ય, 2019માં 9, 2020માં 6 અને 2021માં બે લોકોના મોત થયા હતા.
20 કેસમાં 200 લોકોના મોત
અહેવાલો અનુસાર, 2016થી 2021ના સમયગાળા દરમિયાન, બિહારમાં નકલી દારૂના ઓછામાં ઓછા 20 કેસ નોંધાયા હતા, જેમાં લગભગ 200 લોકોના મોત થયા હતા. ધ ઈન્ડિયન એક્સપ્રેસના વિશ્લેષણ મુજબ, માત્ર 2021માં જ નવ નકલી દારૂના કેસમાં 106 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 2021 માં, ભાગલપુરમાં 22 મૃત્યુ, ગોપાલગંજમાં 20 મૃત્યુ અને ત્યારબાદ 3-4 નવેમ્બરના રોજ ગોપાલગંજમાં 15 મૃત્યુ નોંધાયા હતા.
નીતિશ કુમાર રાજ્યની મુલાકાત લેશે
જેડીયુએ જાહેરાત કરી છે કે મુખ્યમંત્રી નીતિશ કુમાર દારૂ વિરુદ્ધ જાગૃતિ લાવવા ડિસેમ્બર 2025 પછી બિહાર યાત્રા શરૂ કરશે. મુખ્યમંત્રીએ શુક્રવારે વિધાનસભામાં કહ્યું હતું કે, “હું લોકોને દારૂ પીવાના નુકસાન વિશે જણાવવા માટે રાજ્યભરમાં પ્રવાસ કરીશ.”
દરમિયાન, રાષ્ટ્રીય માનવાધિકાર પંચે જણાવ્યું હતું કે અન્ય જિલ્લાઓમાં નકલી દારૂના કારણે થયેલા મૃત્યુ અંગેના મીડિયા અહેવાલોને ધ્યાનમાં રાખીને, પંચે સ્થળ પર તપાસ માટે તેના એક સભ્યના નેતૃત્વમાં તપાસ ટીમ નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે.
પોસ્ટમોર્ટમ વગર મૃતદેહોના કરાયા અંતિમ સંસ્કાર
બિહારના દારૂ કેસમાં સૌથી વધુ મૃત્યુ પામેલા મિસરક અને છપરાની બહરૌલી ગ્રામ પંચાયતના વડાના કહેવાનું માનીએ તો, પોસ્ટમોર્ટમ કર્યા વિના મૃતદેહોને સળગાવી દીધા હતા. તેમના કહેવા મુજબ, બધાને ખબર હતી કે દારૂ વેચાય છે, ફરિયાદો પણ કરવામાં આવી હતી. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. લોકોએ ડરના કારણે મૃતદેહોને જાતે જ સળગાવી નાંખ્યા હતા. નકલી દારૂ પીવાથી થનારા મૃત્યુઆંક વધુ છે અને વળતર મળવાનું નહોતું. તેથી જ મૃતદેહોની અંતિમ વિધિ કરી દેવામાં આવી.